અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી શ્રી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા શ્રી શૈલેષ ઠાકર ની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે.

સંસ્થાના હાલના પ્રમુખશ્રી પિનાકીનભાઇ રાવલની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર, મણીનગરના ધારાસભ્યશ્રી અમૂલભાઈ ભટ્ટ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખશ્રી મહેશભાઈ મહેતા, એશીયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેનશ્રી ડો. કમલેશભાઈ ઉપાધ્યાય, મહામંત્રીશ્રી અનિલભાઈ શુકલ, મહિલા પ્રમુખ શ્રીમતી ધારીણીબેન શુકલ, મહિલા ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન પંડ્યા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવાંગભાઈ દવે, બ્રહ્મ સમાજના યુવા આગેવાન શ્રી જીગ્નેશભાઈ જોશી, આઇ.ટી સેલના ઇન્ચાર્જ પલકભાઈ ભટ્ટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખશ્રી, પદાધિકારીઓ, હોદ્દેદારશ્રીઓ સહિત ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.