વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ ખાતે 35 વર્ષીય પુરુષ દર્દીના બંને ગલાફાના કેન્સરની સફળતાપૂર્વક માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરાઈ

રાજકોટ : એક 35 વર્ષીય પુરુષ છેલ્લા થોડા સમયથી બંને ગલાફાના ન રુજાતા ચાંદાથી પીડાતા હતા ,જે માટે તેઓ સારવાર ડૉ. હિમાંશુ કોયાણી / ડૉ. પ્રશાંત વણઝાર ( કેન્સર સર્જન) ને વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ બતાવવા માટે આવેલ દર્દીનું સચોટ નિદાન કરી (બંને ગલાફામાં કેન્સર હોવાનું જાણવા મળેલ જે  માટે તેઓને) આગળ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી માટે સમજાવવા માં આવેલ.

એક તો  યુવાન વયના દર્દી , ઉપરાંત બંને તરફ ના ગાલાફામાં  કેન્સર આવેલ  હોય જે માટે કેન્સર ની સર્જરી ની સાથે સાથ દર્દી ના  મોઢા ના  આકાર અને કાર્યક્ષમતા પણ જાણવી ખુબજ  જરૂરી હોય જે  માટે દર્દી અને સગાઓની  સહમતી થી અને ડૉ. હિમાંશુ કોયાણી / ડૉ. પ્રશાંત વણઝાર ની અત્યાધુનિક સુઝબુઝ અને અનુભવ ના કારણે જટિલ સર્જરી ને  સફળતાપૂર્વક કરવા માં આવેલ.

આ ઓપેરશન માટે સામાન્ય રીતે બે  અલગ અલગ જગ્યાએ થી ફ્લેપ (ચામડી) લેવી પડે ,પરંતુ ડૉ. હિમાંશુ / ડૉ. પ્રશાંત વણઝારના અત્યાધુનિક ટેકનિકસ ,ડેડિકેશન અને દર્દી કેન્દ્રિત અભિગમ ના કારણે એકજ જગ્યાએ થી   એકજ લોહીની નસ (શુદ્ધ અને અશુદ્ધ)  ઉપર બે  માઇક્રોવાસ્ક્યુલર ફ્લેપ (ચામડી) ઉપાડી અને બંને ગળફામા   સફળતાપૂર્વક  પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવેલ.

ઓપેરશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્દીને SICU મા નિરક્ષણ માટે રાખાવામાં આવ્યા અને ઓપરેશનના ચોથા દિવસે તેઓ સફળતાથી હલન ચલન કરી શકયા અને સાતમા દિવસે  એમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આપી. હાલમાં દર્દીએ રેડિએશન થેરાપી પૂર્ણ કરી છે અને તેઓ પોતાના રોજિંદા જીવનના સારી રીતે કામ કરી રહયા છે .

દર્દી વોકહાર્ટ હોસ્પિટલ્સની ટીમ પરિણામથી ખુશ છે અને અમે  સારી સારવાર માટે પ્રતિબદ્ધ છીએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *