મોસ્ટ અવેઇટેડ અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ “ફાટી ને?”નું આખરે આવી ગયું છે, અને ટીઝર જોતાં જ મજા પડી જાય છે. આખું ટીઝર એક અદ્ભુત સિનેમેટિક એક્સપીરીયન્સ આપે છે. રૂંવાડા ઉભા કરી દેતા વિઝ્યુઅલ્સ અને ભરપૂર હાસ્યનું સાહજિક મિશ્રણ એવા આ ટીઝરે હવે ફિલ્મ વિષે ઊંચી અપેક્ષાઓ બાંધી દીધી છે. ટીઝરમાં ઈમોશન્સ પણ એવી રીતે રજૂ કરાયા છે જે પ્રેક્ષકોને તેમની સીટ સાથે જકડી રાખશે.
વાર્તાની શરૂઆત એક નાનકડી છોકરીના અવાજ સાથે થાય છે જે તેના પપ્પાને કહી રહી છે કે એને બહુ જ ડર લાગી રહ્યો છે. જેમ જેમ ટીઝર આગળ પ્લે થાય છે, એ સાથે વિઝ્યુઅલ્સ આપણને મેલબોર્ન મેન્શન નામની હવેલીમાં લઈ જાય છે, જ્યાં અલૌકિક શક્તિઓનો પ્રભાવ હોય તેવું લાગી રહ્યું છે. બે મુખ્ય પાત્રો, હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાને ભૂત-પ્રેત અને રહસ્યમય ઘટનાઓનો સામનો કરવો પડે એવી રમૂજી છતાં ડરામણી પરિસ્થિતિઓની વણઝારમાં ધકેલી દેવામાં આવે છે. પણ એનાં જોનરના મૂળ અનુસાર “ફાટી ને?” ભયને રમૂજ સાથે બેલેન્સ કરે છે, ખાસ કરીને પેલો સીન, જેમાં સ્મિત એક મહિલાના વેશમાં છે અને આઇકોનિક સોન્ગ “અમી જે તોમર”ને ગાતો જોવા મળે છે.
“ફાટી ને?”ની સૌથી અભૂતપૂર્વ વિશેષતાઓમાંની એક છે તેમાં ડોલ્બી એટમોસ સાઉન્ડ ટેકનોલોજીનો ઉપયોગ. આ ઇમર્સિવ ઓડિયો સિસ્ટમનો સમાવેશ કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે, “ફાટી ને?” દર્શકોને તેમણે પહેલા ક્યારેય ન કર્યો હોય તેવી એક ઐતિહાસિક ઓડિયો-વિઝ્યુઅલ જર્ની પર લઈ જવાનું વચન આપે છે. ફ્લોરબોર્ડનું દરેક કંપન, અંધારામાં થઇ રહેલી દરેક ગુસપુસ અને હાસ્યનો દરેક વિસ્ફોટ એવો અનુભવ કરાવશે કે આ બધુ જ તમારી બાજુમાં થઈ રહ્યું છે, જે ચોક્કસપણે હોરર અને કોમેડીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

તેની રસપ્રદ સ્ટોરી અને મનમોહક દ્રશ્યોથી લઈને તેની અસાધારણ સાઉન્ડ ડિઝાઈન અને કલાકારોના શાનદાર અનુભવ સુધી, “ફાટી ને?” વાસ્તવિક રૂપે એક અવિસ્મરણીય ફિલ્મ બની રહેશે. રોમાંચ અને હાસ્યના પરફેક્ટ બેલેન્સ સાથે, તે પ્રેક્ષકોને આકર્ષિત કરવા અને રિજનલ હોરર-કોમેડીની સીમાઓને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. તો એક એવા સિનેમેટિક એક્સપિરીયંસ માટે તૈયાર થઈ જાઓ, જે તમને ડરાવશે પણ અને મનોરંજન પણ પીરસશે – “ફાટી ને?” ફિલ્મને અચૂકપણે જોવી જોઇએ!
“ફાટી ને?” ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસ. પી. સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.