મોટોરોલાએ બોઝ સાથે હાથ મીલાવીને મોટો બડ્ઝ તથા મોટો બડ્ઝ+ લોન્ચ કરવા સાથે દેશની ટ્રુ વાયરલેસ સ્ટિરિયો (TWS) કેટેગરીમાં હલચલ મચાવી દીધી છે, જે અનુક્રમે 3,999 રૂપિયા અને 7,999 રૂપિયાની લોન્ચ ઓફર પ્રાઈસ ધરાવે છે.

મે, 2024 – વિશ્વની અગ્રણી ટેકનોલોજી બ્રાન્ડ મોટોરોલાએ આજે ભારતમાં ટ્રુ વાયરલેસ સ્ટિરીયો ઓફરિંગ્ઝ મોટો બડ્ઝ તથા મોટો બડ્ઝ+ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. સ્માર્ટફોન્સથી આગળ વિસ્તરણ કરીને મોટો બડ્ઝ ફેમિલી ગ્રાહકોને બહેતર અનુભવ પૂરો પાડવા માટે મોટો ઈકોસિસ્ટમમાં એસેસરીઝને સુગ્રથિત કરીને મોટોરોલાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સુદ્રઢ કર છે. આજના ઝડપી વિશ્વમાં જ્યારે સરળતાપૂર્વકનું એકત્રીકરણ અને ડાયનેમિક ઓડિયો એક્સપિરીયન્સ આવશ્યક છે, ત્યારે મોટો બડ્ઝ ફેમિલી તેમાં આગવું સ્થાન ધરાવે છે. તે ગ્રાહકોને સ્પષ્ટતા, તીવ્રતા, સ્ટાઈલ અને નવીનતાંનું પરફેક્ટ સંયોજન ઓફર કરે છે. આ લોન્ચિંગ માટે મોટોરોલાએ લોન્ચ કરી છે, ‘સાઉન્ડ ઓફ પરફેક્શન, જે કોઈ મોબાઈલ ફોન બ્રાન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રકારની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, જે જુદી-જુદી પાંચ ભાષાઓમાં પાંચ ગીત તૈયાર કરવા માટે ભારતના ટોચના મ્યુઝિક આર્ટિસ્ટ્સને એકઠા કરે છે અને તેના દ્વારા પરફેક્ટ ફ્યૂઝન માટે તમામ આર્ટિસ્ટ્સ સાથે ફાઈલ ફ્યૂઝન ટ્રેક તૈયાર કરવામાં આવશે. આ આલ્બમનો આશય મોટો બડ્ઝ ફેમિલી દ્વારા પૂરા પાડવામાં આવતા ઓડિયો એક્સપિરીયન્સનો ઓડિયન્સને સંવેદનશીલ મ્યુઝિકલ અનુભવ કરાવવાનો છે.

લોન્ચિંગ પ્રસંગે સંબોધન કરતાં મોટોરોલાના મોબાઈલ બિઝનેસ ગ્રૂપ – ઈન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ટી એમ નરસિમ્હને જણાવ્યું હતું, “મોટો બડ્ઝ અને મોટો બડ્ઝ+નું લોન્ચિંગ અત્યાધુનિક ટેકનોલોજી પૂરી પાડવાની તથા સમગ્ર મોટોરોલા ઈકોસિસ્ટમમાં નવતર પહેલનું સંવર્ધન કરવાની મોટોરોલાની કટિબદ્ધતા દર્શાવે છે. સાઉન્ડ બાય બોઝનું પ્રમાણન ઉપરાંત ડોલ્બી એટમોસ, ડોલ્બી હેડ ટ્રેકિંગ, હાઈ-રેઝ ઓડિયો, એડવાન્સ્ડ નોઈસ કન્ટ્રોલ જેવાં ઓડિયો ફિચર્સ વોટર-રિપેલન્ટ ડિઝાઈનમાં અમારાં નવાં ઈયરબડ્ઝમાં મોજૂદ છે. બોઝ સાથેનું અમારૂં જોડાણ ધ્વનિ સાંભળવાનો લોકોનો અનુભવ બહેતર કરવા સાથે નાવીન્યતા હાંસલ કરવા માટે પારસ્પરિક શક્તિનો ઉપયોગ કરવામાં અમને સહાયરૂપ બનતી ભાગીદારી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.”

સાઉન્ડ બાય બોઝ રજૂ કરતાં મોટો બડ્ઝ+ એક્ટિવ નોઈસ કેન્સલેશન, ઈક્યૂ ટ્યૂનિંગ તથા સાઉન્ડ ક્વોલિટી વધારવાની બોઝની નિપુણતાનો સમન્વય ધરાવતાં સેગમેન્ટનાં એકમાત્ર ઈયરબડ્ઝ છે. પરિણામે, ઉત્કૃષ્ટ સાઉન્ડ એક્સપિરીયન્સ માણી શકાય છે. નાવીન્યતા માટે સહિયારી કટિબદ્ધતા ધરાવતી બે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્ઝ – મોટોરોલા તથા બોઝે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓડિયોનો બેજોડ અનુભવ આપવા હાથ મીલાવ્યા છે. મોટો બડ્ઝ+ અભૂતપૂર્વ ઓડિયો એક્સપિરીયન્સ પૂરો પાડવા માટે બોઝ દ્વારા પ્રમાણિત છે. વધુમાં ડ્યૂઅલ ડાયનેમિક ડ્રાઈવર્સ (11mm+6mm) ગ્રાહકોને સ્પષ્ટ અવાજ તથા ડીપ, ડાયનેમિક બાસ સાથે સાતત્યપૂર્ણ ઓડિયો સંભળવાનો લ્હાવો પૂરો પાડે છે, જેથી તેઓ અત્યંત સ્પષ્ટતા અને અજોડ તીવ્રતા સાથે દરેક ગીત અને ફિલ્મનો આનંદ ઊઠાવી શકે.

યુઝર્સ સિંગલ ચાર્જમાં જ તેમનાં ઈયરબડ્ઝ સાથે 8 કલાક સુધીના પ્લેટાઈમનો આનંદ ઊઠાવી શકે છે અને ફુલ ચાર્જ થયે મોટો બડ્ઝનો બેટરી બેકઅપ 42 કલાક સુધીનો રહે છે. સાથે જ તે ફાસ્ટ ચાર્જીંગ ધરાવે છે, જે કેવળ 10 મિનિટના ફાસ્ટ ચાર્જીંગ પર 3 કલાકનો લિસનિંગ બેકઅપ આપે છે. વળી, મોટો બડ્ઝ+ વાયર વિના પણ ચાર્જ થઈ શકે છે, આથી યુઝર્સ વાયર અને કોર્ડ્ઝની પળોજણમાં પડ્યા વિના તેમના ઈયરબડ્ઝને ચાર્જ કરી શકે છે. વધુમાં, યુઝર્સ વધુ સ્પષ્ટતા તેમજ ઝીણવટપૂર્વક ડોલ્બી એટમોસ®ના મલ્ટિડાયમેન્શન સાઉન્ડનો રોમાંચક અનુભવ કરી શકે છે. યુઝર તેમનું માથું ઘૂમાવે, એ સાથે અવાજના લોકેશનની ઓળખ કરતા ડોલ્બી હેડ ટ્રેકિંગ™ સાથે અવાજનો વધુ કુદરતી અનુભવ પ્રાપ્ત થાય છે. વધુમાં, તેની હાઈ-રેઝ ઓડિયો પ્રમાણિત સાઉન્ડ સિસ્ટમ વ્યાપક ડાયનેમિક રેન્જ તથા ત્રણ ગણા વધુ ડેટા રેટ સાથે સ્ટુડિયો-ક્વોલિટી મ્યુઝિક પૂરું પાડે છે.

ડાયનેમિક એડપ્ટિવ નોઈસ કેન્સલેશનથી યુઝર્સ વિવિધ નોઈસ કેન્સલેશન મોડ્સમાંથી પસંદગી કરી શકે છે. 46dB સુધીના નોઈસ કેન્સલેશન તથા 3.3KHz સુધીની અલ્ટ્રાવાઈડ નોઈસ કેન્સલેશન ફ્રિક્વન્સી રેન્જ સાથે મોટો બડ્ઝ+ એડપ્ટિવ મોડ સાથે ઉપલબ્ધ છે, જે વ્યાપક સ્તરના ઘોંઘાટની ઓળખ કરીને ઓટોમેટિકલી કેન્સલેશન લેવલ્સમાં ફેરફાર કરે છે. તેનાથી ઊલ્ટું, ટ્રાન્સપરન્સી મોડ યુઝરની આસપાસના અવાજોને કેપ્ચર કરે છે.

મોટો બડ્ઝ+ સુચારુ રીતે મોટો ઈકોસિસ્ટમ સાથે ભળી જાય છે, જેનાથી મોટો બડ્ઝ એપ સાથેનો અનુભવ વધુ સમૃદ્ધ બને છે. આ તમામ સાથેની મોડર્ન ડિઝાઈન તેમજ કમ્ફર્ટેબલ ફિટ ધરાવતાં ઈયરબડ્ઝ વોટર રિપેલન્ટ છે અને તે કોઈપણ દિશામાંથી પાણીના છંટકાવ કે છાલક સામે સુરક્ષિત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *