ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં 450 લીટર છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ વિરાટનગરની આજુબાજુના વિસ્તારના રાહદારીઓ એ લીધો હતો.
ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથ વગર ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે . છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે, સાથે સાથે ઉનાળા દરમિયાન ડીહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે. લોકોની આરોગ્યની સુખાકારી માટે આ ઉનાળાની બળબળતી ગરમીમાં રાહદારીઓ ,વાહન ચાલકો, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, અને તેમના સગા સંબંધી સહિત , વિસ્તારના વેપારીઓ ને છાશ નિ:શુલ્ક મળી રહે તેવા શુભ આશયથી છાશ વિતરણ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કાળજાળ ગરમી પડી રહી છે લોકો ગરમીથી બચવા ઠંડા પીણા નો સહારો લઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા છાશ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં 450 લિટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવ્યું ,જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ડ્રીમ ફાઉન્ડેશનની આ કામગીરીને સૌ કોઈએ બીરદાવી હતી.