મન હોય તો માંડવે જવાય ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દેસાઈ તન્વી કોઈપણ કોચિંગ ક્લાસ વિના સારા માર્ક સાથે ઉતીર્ણ થયેલ છે.

પરિવારમાં ફેલાઈ ખુશીની લહેર

વર્તમાન સમયમાં શિક્ષણ જ્યારે એક મહત્વનો અંગ બની ગયું છે ત્યારે દરેક વિદ્યાર્થી અને તેઓના માતા-પિતા પણ એવું ઈચ્છે છે કે મારો સંતાન એક સારી શાળામાં અભ્યાસ તો કરે જ પરંતુ સાથે સાથે ઉત્તમ કોચિંગ માં એક્સ્ટ્રા મહેનત કરીને વધુ માર્કસ મેળવે.

જ્યાં બીજી બાજુ ગાંધીનગર સ્થિત દેસાઈ તન્વી મક્કમ રીતે એમ માને છે કે શાળાના શિક્ષણ પર જો પૂરતું ધ્યાન આપવામાં આવે અને પોતાની ક્ષમતા અભ્યાસમાં પૂરેપૂરી લગાડવામાં આવે તો કોઈ એક્સ્ટ્રા કોચિંગ ની જરૂર નથી.

નોંધનીય છે કે ગુજરાત બોર્ડની ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર થઈ ગયું છે.

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% નોંધાયું છે

ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ -સેકટર 23, ગાંધીનગરમાં અભ્યાસ કરતી દેસાઈ  તન્વીએ એક અલગ વિચાર સાથે ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેના જણાવ્યા મુજબ વર્ષના પહેલા જ દિવસથી મનોમન એવું નક્કી કર્યું હતું કે સામાન્ય પ્રવાહમાં સારા નંબરે તો આવું જ છે પણ સાથે સાથે શાળા સિવાય અન્ય કોઈ કોચિંગ ક્લાસમાં જવું નથી,

દેસાઈ તન્વીના સામાન્ય પ્રવાહના મુખ્ય વિષયો નામના મૂળતત્વો ,આંકડાશાસ્ત્ર ,વાણિજ્ય વ્યવસ્થા ,અને અર્થશાસ્ત્રમાં ખૂબ જ સારા માર્કસ આવેલ છે.  રીઝલ્ટની વાત કરીએ તો દેસાઈ તન્વી એ બોર્ડમાં 99.69 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.

 દેસાઈ તન્વી આ સફળતા માટે પોતાની શાળાના ગુરુજનો અને માતા પિતાનો તથા પરિવારના તમામ સભ્યોનો ખૂબ આભાર માને છે

આ સાથે તન્વી જણાવે છે કે હું મારા અભ્યાસ થકી UPSC ની તૈયારી કરી મારું ભણતર દેશ સેવા માટે કામ લાગે  એમ ઇચ્છુ છું. 

તન્વીના આ વિચાર સાથે તેના પરિવાર પણ સહમત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *