યૂઝર હવે તેમની મૂળ ભાષાઓમાં વૉઇસ સર્ચનો ઉપયોગ કરીને ઍપ્લિકેશન શોધી શકે છે અને તેની સાથે જોડાઈ શકે છે
બેંગલુરુ, 2024: PhonePeનું ઈન્ડસ ઍપસ્ટોર, જે ભારતનું પોતાનું બનાવેલું ઍપ માર્કેટપ્લેસ છે, તેમણે આજે અંગ્રેજી ઉપરાંત 10 ભારતીય ભાષાઓમાં તેમની વૉઈસ સર્ચ સુવિધાને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.
આ નવીન સુવિધા યૂઝરના અનુભવને પરિવર્તિત કરે છે, યૂઝરને તેમની પસંદગીની ભાષામાં વૉઇસ સર્ચ દ્વારા ઍપ્લિકેશન શોધવા માટે સક્ષમ બનાવે છે. વૉઇસ સર્ચ ટેક્નોલૉજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ઍલ્ગોરિધમ્સ દ્વારા સંચાલિત છે, જે વિવિધ ઉચ્ચારણ અને ભાષાની પેટર્નને સમજીને તે પ્રમાણે તેમને સંબંધિત શોધ પરિણામ પ્રદાન કરે છે.
સ્થાનિક ભાષા બોલનારા લોકો ભારતના ઈન્ટરનેટ યૂઝર બેઝનો આશરે 75% હિસ્સો ધરાવે છે જેનાથી એ સાબિત થાય છે કે ઍપ્સની શોધ અને સંલગ્નતામાં આવતા આ ભાષાકીય અવરોધને દૂર કરવાની ખૂબ જ જરૂર છે. પ્રાદેશિક ભાષાઓમાં પરંપરાગત ટેક્સ્ટ-આધારિત શોધ અસંખ્ય પડકારો ઉભા કરે છે, જેમાં વિશિષ્ટ કીબોર્ડ અને જટિલ અક્ષર રચનાઓની જરૂરિયાતનો સમાવેશ થાય છે. આ અવરોધો સીમલેસ કોમ્યુનિકેશનને અવરોધે છે.
ઈન્ડસ ઍપસ્ટોરની વૉઈસ સર્ચ ટેક્નોલૉજી યૂઝર્સને વૉઈસ સર્ચ બટનના માત્ર એક ટૅપથી તેમની સ્થાનિક ભાષામાં મુક્તપણે અભિવ્યક્ત કરવાની મંજૂરી આપીને યૂઝરના અનુભવને સુધારે છે. આ ઈન્ડસ ઍપસ્ટોરના મિશન સાથે સંરેખિત કરે છે જે યૂઝરોને સમાવિષ્ટ અને સુલભ સુવિધાઓ સાથે સશક્ત બનાવે છે, સાક્ષરતાના વિવિધ સ્તરો અને ભાષાકીય પસંદગીઓને પૂરી કરે છે. વધુમાં, આ નવી સુવિધા ઍપ ડેવલપર્સ માટે એક સકારાત્મક વિકાસ છે કારણ કે તે ઍપના ઇન્સ્ટોલેશનને વેગ આપે છે.
લૉન્ચના અવસર પર, ઈન્ડસ ઍપસ્ટોરના, સહ-સ્થાપક અને CPO, આકાશ ડોંગરે એ જણાવ્યું હતું કે, “નવું વૉઈસ સર્ચ ફીચર એ સમાવિષ્ટ અને સુલભ ઍપ સ્ટોર બનાવવા માટેનો અમારો એક પ્રયાસ છે. 82% સ્માર્ટફોન યૂઝરો વૉઇસ-ઍક્ટિવેટેડ ટેક્નૉલૉજી સાથે સંકળાયેલા છે, ભારતીય ભાષાઓનું સંકલન એ 6 થી 60 વર્ષની વયના સ્પેક્ટ્રમમાં ટેક માટે સૌથી મજબૂત ગ્રોથ ડ્રાઇવર છે. યુઝર-સેન્ટ્રીક ફીચર ઈન્ડસ ઍપસ્ટોરને ટ્રાન્સફોર્મેટિવ વૉઈસ ટેકનોલૉજીમાં મોખરે રાખે છે જે આ દાયકાની જરૂરિયાત છે.”