ખત્રી પરિવાર દ્વારા સમૂહ યજ્ઞોપવિતોત્સવનું આયોજન કરાયું

અમદાવાદ સ્થિત ખત્રીઓની કુલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞ પવિત્ર વિધિ

રાણીપ વિસ્તારમાં આવેલ રાણીપ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી પરેશભાઈ પરસોત્તમદાસ ખત્રી પરિવાર દ્વારા અમદાવાદ સ્થિત ખત્રીઓની કૂલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞોપવિતોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગણેશ સ્થાપન, મંડપ મૂહુર્ત, ગ્રહશાંતિ, યજ્ઞોપવિત સંસ્કાર વિધિ, ફરાળ બડવો (કાશીયાત્રા) વગેરે વિધિનું આયોજન કરાયું હતું.

દરેક સફળ વ્યક્તિના જીવનમાં સમાજનું પ્રદાન હંમેશા રહેલું હોય છે. સમાજના આ ઋણ ને ચૂકવવા માટે જ શ્રી પરેશભાઈ પરસોતમદાસ ખત્રીએ પોતાના સમાજની સાત પેટા જ્ઞાતિઓના સો બટુકોની એક સાથે કોઈના મૂલ્ય યજ્ઞો પવિત કરવાની જવાબદારી લીધી હતી. જ્ઞાતિજનો તરફથી આ બટુકોને આશરે 70 જેટલી ભેટ આપવામાં આવી હતી.

સતત મહેનત, ઈમાનદારી, અને હંમેશા કંઈક નવું કરવાના વિચાર સાથે જીવનારા પરેશભાઈ એક ખૂબ સાહસિક અને સફળ વ્યક્તિ છે. છેલ્લા ઘણા મહિનાઓની એમને રાત દિવસની મહેનતથી આ આખું પ્રોગ્રામ ખૂબ સફળ રીતે પાર પાડ્યો.

બટુકો, વાલીઓ, અને જ્ઞાતિજનોના તેમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે, જેથી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક પ્રસંગો કરતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *