1લી માર્ચ 2024- શુક્રવારે મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ એ બ્લેકહોર્સ પ્રોડક્શન્સ એલએલપીના સહયોગથી ડૉ. ધવલ પટેલ અને પવન સિંધીદ્વારા ગુજરાતી ફિચર ફિલ્મ‘વેનીલા આઇસ્ક્રીમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં સહ-નિર્માતા તરીકે હિમાંશુ પારેખ પણ છે. તે રાઈટર-ડિરેક્ટર પ્રીત દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી અને સતીશ ભટ્ટનો સમાવેશ થાય છે.
એક ફેમિલીના 5 પાત્રો વચ્ચેના સંબંધો, સાસુ-વહુના સંબંધોની વાર્તા છે. જેને ખૂબ સુંદરતાથી સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં કેટલાક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ છે, જેનો જવાબ શોધવા લોકો છેલ્લે સુધી બેસી રહેશે. ફિલ્મની સાદગી જ તેનો માસ્ટર પોઈન્ટ છે. સિનેમેટોગ્રાફી અને મધ્યાંતર પહેલાના તેમ જ પછીના પણ કેટલાક સીન્સ તમને એકદમ શાંત ફીલિંગ આપશે, છતાંય દર્શકોને ફિલ્મ જોવાની મજા પડશે.
મલ્હાર ઠાકર ખૂબ અલગ લાગી રહ્યા છે, અને દર્શકોને તેમનો આ અવતાર જરૂરથી પસંદ આવશે. યુક્તિ રાંદેરિયાની સાદગી પણ મન મોહી લેશે.વંદના પાઠકે પણ દરેક સીન્સમાં અદભૂત કામગિરી કરી છે. અર્ચન ત્રિવેદીની મોટા ભાગની દરેક લાઈન્સ સાંભળવાની મજા પડે છે. સતીશ ભટ્ટની પણ ખૂબ જ અદભૂત કામગીરી આ ફિલ્મમાં જોવા મળશે.
વેનિલા આઇસક્રીમ એ દરેક ભારતીય પરિવારની વાર્તા છે, જો તમે મૂવીનો સંદેશ અપનાવો છો અને તમારા પ્રિયજનો સાથે ખુશીથી જીવવા તૈયાર છો, તો તમારે આ ફિલ્મ તમારા સંપૂર્ણ પરિવાર સાથે જોવી જ જોઈએ.