અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ આરએમએસ ગાર્ડન ખાતે સંવેદન ક્લબનો “સ્પોર્ટ્સ ડે” યોજાયો હતો. સંવેદન ક્લબના સ્થાપક ગાયત્રી મોદી દ્વારા તેમના મહિલા સભ્યો માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્પોર્ટ્સ ડે”ની આ ઇવેન્ટમાં 120 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.
આ સ્પોર્ટ્સ ડેની એક્ટિવિટીઝમાં રિલેદોડ, ગોળાફેંક, લીંબુ ચમચી, દડામાર, સ્ટ્રો ગેમ, પાસિંગ ધ બોલ સહિતની વિવિધ ગેમ્સમાં ભાગ લઈને મહિલાઓએ પોતાની બાળપણની યાદો તાજી કરી હતી.
સંવેદન ક્લબના સ્થાપક ગાયત્રી મોદીએ જણાવ્યું હતું કે, “સંવેદન ક્લબ એ મહિલાઓના કલ્યાણ માટેની સંસ્થા છે. હું માનું છું કે એક મજબૂત મહિલા એક સ્વતંત્ર મહિલા છે અને અમારું કામ મહિલાઓની ભૂમિકાને આગળ લાવવાનું છે અને અમારું સૂત્ર તેમને સશક્તિકરણ અને પ્રોત્સાહિત કરવાનું છે. દરેક કાર્યક્રમ ફન અને એન્જોયમેન્ટ સાથે તેમની જાગૃતિ માટે યોજવામાં આવે છે. આ ક્લબ સશક્તિકરણ અને તેમની નાણાકીય સ્વતંત્રતા માટે કામ કરે છે અને તે માટે અમારા સભ્યો માટે એક બિઝનેસ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે. આ ક્લબ તેમની જાગૃતિ માટે અને તેમની છુપાયેલી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.”