સ્થાનિક સોર્સિંગ પર આધારિત અને NMTronics ના સહયોગથી તૈયાર થયેલો હેલર થર્મલ સિસ્ટમ્સનો 30,000 ચોરસ ફૂટનો પ્લાન્ટ દર મહિને 40 ઓવન બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેમાંથી 2028 સુધીમાં દર ત્રણમાંથી એક ઓવનની નિકાસ કરવામાં આવશે
અમદાવાદ – 25 નવેમ્બર, 2026 – ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ માટે કન્વેક્શન રિફ્લો ઓવનના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી કંપની હેલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક. એ આજે અમદાવાદ નજીક રાજોડા ખાતે આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં તેની ભારતીય પેટાકંપની હેલર થર્મલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (HTS) ના પ્રથમ ભારતીય ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે.
NMTronics India ના સ્થાપક, એમડી અને સીઈઓ તથા હેલર થર્મલ સિસ્ટમ્સના ડિરેક્ટર સોની સરન સિંહે જણાવ્યું હતું કે, “હેલર થર્મલ સિસ્ટમ્સ, NMTronics અને ભારતના ઇલેક્ટ્રોનિક્સ કેપિટલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગ માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. હેલર સાથેની અમારી લાંબા સમયની ભાગીદારી ભારતીય ઉત્પાદકો સુધી વિશ્વ કક્ષાની રિફ્લો ટેકનોલોજી લાવવાથી શરૂ થઈ હતી. વર્ષો જતાં, અમારી પ્રતિબદ્ધતા હેલરને અહીં ગુજરાતમાં કાયમી ઉત્પાદન મથક સ્થાપવામાં મદદ કરવા તરફ આગળ વધી છે. ગુજરાત જ્યારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે અમને આ મહત્વપૂર્ણ સિસ્ટમ્સનું સ્થાનિક સ્તરે નિર્માણ કરવાનો ગર્વ છે.”
હેલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક. ના સીઈઓ ડેવિડ હેલરે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન બજારોમાંનું એક બની ગયું છે, અને અહીં ઉત્પાદન શરૂ કરનાર પ્રથમ વૈશ્વિક રિફ્લો ઓવન ઉત્પાદક બનવાની અમારી ક્ષમતા NMTronics સાથેની અમારી મજબૂત ભાગીદારીનું સીધું પરિણામ છે. આ સપનાને સાકાર કરવામાં જમીની સ્તરે તેમનો વ્યાપક સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. ભારતમાં અમારા ગ્રાહકો એ જ ટેકનોલોજી, ગુણવત્તા અને ઝડપી સેવાના હકદાર છે જે તેમને કોરિયા, ચીન અને અમેરિકામાં મળે છે. અમદાવાદમાં બનેલું દરેક ઓવન અમારા કડક વૈશ્વિક ધોરણો પર ખરું ઉતરશે, જે માત્ર સમગ્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગ્રાહકોની જરૂરિયાતો પણ પૂરી કરશે.”
તેના લાંબા સમયના ભારતીય ભાગીદાર NMTronics India Pvt. Ltd. ના વ્યાપક વ્યૂહાત્મક અને ઓપરેશનલ સહયોગથી સ્થપાયેલી HTS કંપની સાથે, હેલર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં સ્થાનિક સ્તરે સિસ્ટમ્સનું ઉત્પાદન કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય રિફ્લો ઓવન ઉત્પાદક બની ગઈ છે. અન્ય વૈશ્વિક બ્રાન્ડ્સ જ્યાં માત્ર વિદેશી આયાત અને સ્થાનિક સેલ્સ ઓફિસ દ્વારા જ ભારતમાં કામગીરી કરે છે, ત્યારે આ સિદ્ધિ “મેક ઇન ઇન્ડિયા, ફોર ધ વર્લ્ડ” ઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે હેલર અને NMTronics વચ્ચેના વર્ષોના ગાઢ સહયોગને દર્શાવે છે. બંને કંપનીઓના વરિષ્ઠ નેતૃત્વ, મુખ્ય ગ્રાહકો અને ઉદ્યોગ ભાગીદારોની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સાધનો અને સોલ્યુશન્સ પૂરા પાડતી અગ્રણી કંપની તરીકે, NMTronics India વર્ષોથી હેલરની વિશ્વસનીય ભાગીદાર અને ડિસ્ટ્રિબ્યુટર રહી છે, જે તેના વ્યાપક “ચિપ-ટુ-શિપ” સોલ્યુશન્સના મુખ્ય ભાગ તરીકે હેલર રિફ્લો ઓવનને જોડે છે. સાધનોની પસંદગી, લાઇન ઇન્ટિગ્રેશન અને દેશવ્યાપી આફ્ટર-સેલ્સ સર્વિસ ઉપરાંત, NMTronics ભારતીય ઉત્પાદકોને હેલરના સ્થાનિક ઉત્પાદન સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે HTS ની સ્થાનિક રીતે બનેલી સિસ્ટમ્સ અપનાવવા માટે જરૂરી ગ્રાહક નેટવર્ક અને સમર્પિત ઓન-ગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડે છે.
સ્થાનિક રિફ્લો ઉત્પાદન શા માટે મહત્વનું છે?
આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના કેન્દ્રમાં રિફ્લો ઓવન રહેલા છે. દરેક સ્માર્ટફોન, EV કંટ્રોલર, AI સર્વર અને સેમિકન્ડક્ટર પેકેજ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (PCBAs) પર આધાર રાખે છે, જ્યાં રિફ્લો ઓવન હજારો માઇક્રોસ્કોપિક કમ્પોનન્ટ્સને જોડવા માટે ચોક્કસ રીતે નિયંત્રિત હીટ ઝોનમાં સોલ્ડર પેસ્ટને ઓગાળે છે. કારણ કે માત્ર 1–2°C નો ફેરફાર પણ ખામીયુક્ત સોલ્ડર જોઈન્ટ્સનું કારણ બની શકે છે, તેથી તાપમાનની ચોકસાઈ સીધી રીતે ઉત્પાદનની ગુણવત્તા અને વિશ્વસનીયતા નક્કી કરે છે.
અત્યાર સુધી, ભારતમાં કાર્યરત કોઈપણ વૈશ્વિક ઉત્પાદક પાસેથી દરેક રિફ્લો ઓવન આયાત કરવું પડતું હતું. વિશ્વભરમાં 30,000 થી વધુ હેલર ઓવન સ્થાપિત છે, જેમાં ભારતમાં અંદાજે 400 ઓવન સામેલ છે ત્યારે અમદાવાદમાં સ્થાનિક ઉત્પાદન શરૂ થવાથી ભારતના PCBA, EMS અને OSAT ક્ષેત્રો માટે સાધનો મળવાનો સમય (લીડ ટાઇમ) નોંધપાત્ર રીતે ઘટશે, તેમજ સ્પેરપાર્ટ્સ, સ્થાનિક એન્જિનિયરિંગ અને કસ્ટમ કન્ફિગરેશનની સુવિધા ઝડપથી ઉપલબ્ધ થશે.
વૈશ્વિક ધોરણો મુજબ ભારતમાં નિર્મિત
30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો HTS પ્લાન્ટ દક્ષિણ કોરિયા અને ચીનમાં આવેલા હેલરના પ્લાન્ટ્સના ચોક્કસ ઉત્પાદન પ્રોટોકોલનું જ અનુસરણ કરે છે. હેલરની વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમ અને NMTronics ના સ્થાનિક ઓપરેશનલ નેટવર્કના સહયોગથી, આ પ્લાન્ટ ઝડપથી વિસ્તરી રહેલા સ્થાનિક સપ્લાયર્સ પાસેથી કમ્પોનન્ટ્સ મેળવે છે.
* સાબિત થયેલી સિદ્ધિઓ: મે 2024 માં કંપનીની સ્થાપના થયા બાદ, HTS એ ઓગસ્ટ 2024 માં તેનું પ્રથમ યુનિટ 1809 MK7 એર રિફ્લો સિસ્ટમ એસેમ્બલ કર્યું હતું. તાજેતરમાં, સપ્ટેમ્બર 2026 માં પ્રોડક્ટ્રોનિકા ઇન્ડિયા (Productronica India) દરમિયાન NMTronics ના બૂથ પર અમદાવાદમાં બનેલું 1936 MK7 નાઇટ્રોજન રિફ્લો ઓવન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
* કસ્ટમર ટ્રાયલ અને ટ્રેનિંગ સેન્ટર: આ પ્લાન્ટમાં એક સમર્પિત કસ્ટમર ટ્રેનિંગ રૂમ અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન ફ્લોર છે, જેમાં સંપૂર્ણ સરફેસ માઉન્ટ ટેકનોલોજી (SMT) લાઇન જેમાં સ્ક્રીન પ્રિન્ટર, પિક-એન્ડ-પ્લેસ મશીન, હેલર 2043 MK5 વેક્યુમ રિફ્લો ઓવન અને એક્સ-રે ઇન્સ્પેક્શન સામેલ છે ઉપલબ્ધ છે, જેનાથી ઉત્પાદકો સ્થળ પર જ પૂર્ણ-સ્તરના પ્રોડક્શન ટ્રાયલ ચલાવી શકે છે.
સ્થાનિક ઉત્પાદન અને નિકાસનું મુખ્ય કેન્દ્ર
દર મહિને 40 ઓવન બનાવવાની ક્ષમતા સાથે તૈયાર કરાયેલ HTS ડિસેમ્બર 2026 માં આંતરરાષ્ટ્રીય નિકાસ શરૂ કરશે અને માર્ચ 2027 સુધીમાં કસ્ટમ અને સેમી-કસ્ટમ ઓવન ઉત્પાદન ક્ષેત્રે વિસ્તરણ કરશે.
આ પ્લાન્ટ 2026 માં 18 ઓવન ડિસ્પેચ કરવાની યોજના ધરાવે છે, જે વધીને 2027 માં 146 યુનિટ્સ અને 2028 માં 180 યુનિટ્સ સુધી પહોંચશે, જે સમયે અમદાવાદમાં બનેલા દર ત્રણમાંથી એક ઓવનની અમેરિકા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગ્રાહકોને નિકાસ કરવામાં આવશે. આ વૃદ્ધિને ટેકો આપવા માટે, HTS 2028 સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા 30 થી બમણી કરીને 60 કરશે, અને તેના સ્થાનિક સપ્લાયર નેટવર્કમાં પણ એટલી જ સંખ્યામાં પરોક્ષ રોજગારીનું સર્જન કરશે.
