શેમારૂમી એક ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’નુંપ્રીમિયર કરવા માટે તૈયાર છે. આ ફિલ્મની મુખ્ય વાર્તા બીજી તક વિશે છે—ભૂતકાળને ફરી જીવવાની, પોતાના સ્વજનો સાથે ફરી જોડાવાની, જે કહેવાનું રહી ગયું હતું તે કહી દેવાની અને જે ક્ષણોને આપણે ભૂતકાળમાં પસાર થવા દીધી હતી તેને ફરી જીવી લેવાની તક. આ એક એવા પિતાની પણ વાર્તા છે, જેમની પાસે હંમેશા મજબૂત રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેઓ અવારનવાર પોતાની લાગણીઓ પોતાના સુધી જ સીમિત રાખે છે અને ચુપચાપ પોતાના પરિવારને પ્રથમ સ્થાને રાખે છે. ‘જિંદગી વન્સ મોર’ પિતૃત્વની આ અણસ્પર્શીબાજુને જીવંત કરે છે, જે પિતાની શાંત શક્તિ પાછળ છુપાયેલી લાગણીઓ, ત્યાગ અને અણકહેલી વાતોને સામે લાવે છે.

આ વાર્તા આપણે જે ભૂમિકાઓ અને સંબંધોના આદિ થઈ ગયા છીએ તેની પાર જોઈને, તે સંબંધો પાછળ રહેલા માણસને શોધવા વિશે છે. જ્યારે દીકરો તેના પિતાના જીવનનાઅજાણ્યાપ્રકરણોઉકેલવાનું શરૂ કરે છે, ત્યારે ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે દરેક પરિવારમાં એવી વાર્તાઓ, મિત્રતા અને અનુભવો હોય છે જે પેઢીઓ સુધી છુપાયેલા રહી શકે છે. આ કથા ભાવના, હૂંફ અને એ વિચારને એકસાથે લાવે છે કે ક્યારેક આપણે જે નાયકોને બહાર શોધીએ છીએ, તેઓ પહેલેથી જ આપણા ઘરમાં હાજર હોય છે.
ધર્માપ્રોડક્શન્સના ગુજરાતી સિનેમામાં પ્રથમ સાહસ તરીકે, ‘જિંદગી વન્સ મોર’ એક દિલચસ્પ કૌટુંબિક ડ્રામા છે. આ ફિલ્મ વાર્તાકાર ફિલ્મ્સ દ્વારા નિર્માણ કરવામાં આવી છે, જેમાં વસુ ધોળકિયાએ પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે. નોંધનીય છે કે, કરણ જોહરનુંબેનરધર્માપ્રોડક્શન્સ આ ફિલ્મમાં પ્રેઝન્ટર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે જોડાયું છે, જે સ્ટુડિયો માટે પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં પ્રવેશવાનો એક ઐતિહાસિક પ્રસંગ છે.
ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં હોય તેવી આ ફિલ્મ ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ થિયેટરોમાંરિલીઝ થઈ હતી અને હવે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી શેમારૂમી પર સ્ટ્રીમ થવાનું શરૂ થશે.
પિતાની ભૂમિકા ભજવી રહેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, “એવા પિતાની ભૂમિકા ભજવવી જે પોતાની અંદર ઘણું બધું સભરીને રાખે છે પણ બહાર બહુ ઓછું દર્શાવે છે, તે મારા માટે ખૂબ જ સ્પર્શી જાય તેવો અનુભવ હતો. પિતાને અવારનવાર પરિવારમાં એક શાંત અને મજબૂત વ્યક્તિ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે મૌન પાછળ શું છુપાયેલું છે તે આપણને ભાગ્યે જ જોવા મળે છે. ‘જિંદગી વન્સ મોર’ ફિલ્મે મને તે શાંત શક્તિને પડદા પર લાવવાની તક આપી, અને મને આશા છે કે આ ફિલ્મ દર્શકોને તેમના પોતાના પિતા તરફ થોડી વધુ હૂંફ અને સમજણ સાથે જોતા કરશે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે ફિલ્મ હવે શેમારૂમી પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.”
દીપ ધોળકિયા તેમના પુત્ર શેખરની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ અને પોતાના પાત્ર વિશે વાત કરતા દીપ ધોળકિયાએ કહ્યું, “આપણા માતા-પિતાને સમજવું ક્યારેય આસાન નથી હોતું. માતા ઘણીવાર પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે છે, પરંતુ પિતા ભાગ્યે જ પોતાની લાગણીઓ દર્શાવે છે અને હંમેશા મજબૂત રહેવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મ પિતાની એ બાજુ અને એક વાલી બનવા સિવાય તેમણે જીવેલા જીવનને દર્શાવે છે.
પિતા અવારનવાર પોતાના પરિવાર માટે પોતાના સપનાઓને બાજુ પર મૂકી દે છે, પરંતુ તેઓ શેનાથી ખુશ થાય છે અથવા પિતા બનતા પહેલા તેમનું જીવન કેવું હતું તે સમજવા માટે આપણે ભાગ્યે જ સમય કાઢીએ છીએ. ફિલ્મમાં શેખરની મુસાફરી તેના પિતાના ભૂતકાળનેશોધવાની અને પિતાની ભૂમિકા પાછળ રહેલા માણસ અને હીરોને જોવાની છે. ‘જિંદગી વન્સ મોર’ લખવા પાછળ મારા પિતા જ મારી પ્રેરણા હતા, છતાં પણ શેખરનું પાત્ર ભજવતી વખતે મેં મારા પોતાના પિતાને એક અલગ નજરીયાથી જોવાનું શરૂ કર્યું. મારી પિતા પ્રત્યેની સમજણ આ પાત્ર સાથે વધુ પરિપક્વ થઈ અને તે અમને એકબીજાની વધુ નજીક લાવ્યું. મને લાગે છે કે આ દરેક યુવાને જોવી જોઈએ તેવી ફિલ્મ છે, કારણ કે તે આપણને યાદ અપાવે છે કે પરિવારની કિંમત સમયસર સમજવી જોઈએ અને આપણા માટે સૌથી વધુ મહત્વ ધરાવતા લોકોને સમજવા માટે સમય કાઢવો જોઈએ.”
ગુજરાતી મનોરંજનનું સરનામું ગણાતું શેમારૂમી પોતાના દર્શકો માટે સતત આકર્ષક અને ભાવનાત્મકવાર્તાઓ લાવતું રહ્યું છે, અને ‘જિંદગી વન્સ મોર’ એ વારસામાં એક અર્થપૂર્ણ નવો ઉમેરો છે. તેની હૃદયસ્પર્શી વાર્તા, સંબંધિત લાગણીઓ, ભૂલો સુધારવાની બીજી તક અને મજબૂત કૌટુંબિક પાયા સાથે, આ ફિલ્મ દરેક જગ્યાએ દર્શકો માટે એક વિશેષ અનુભવ બની રહેશે—એક હળવી યાદ અપાવે છે કે જીવન અવારનવાર આપણને આપણા સૌથી નજીકના લોકોને સમજવાની બીજી તક આપે છે.
૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી ફક્ત શેમારૂમી પર સ્ટ્રીમ થતી ‘જિંદગી વન્સ મોર’ જોવાનું ચૂકશો નહીં
