અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ  ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી

અમદાવાદ: અમદાવાદની હોટેલ પ્રેસિડેન્ટ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 40મા ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – “ઓકલ્ટ કોન્ક્લેવ 2026″માં જાણીતા ઈન્ટરનેશનલ  સેલિબ્રિટી ટેરોટ કાર્ડ રીડર પુનિત જી. લુલ્લાએ વિશેષ વી.આઈ.પી. અતિથિ તરીકે હાજરી આપી હતી.

આ ભવ્ય કાર્યક્રમમાં ભારતભરમાંથી તંત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિદ્યા અને ઉર્જા ક્ષેત્રના વિવિધ ઓકલ્ટ સાયન્સના વિદ્વાનો અને ગુરુજનો એકઠા થયા હતા. આ તમામ અગ્રણી નિષ્ણાતો અને ગુરુજનોની ઉપસ્થિતિ વચ્ચે પુનિત જી. લુલ્લાને પોતાના વિચારો અને આઈડિયા રજૂ કરવાની તક મળી હતી.

કાર્યક્રમ દરમિયાન પુનિત જી. લુલ્લાને તેમની ગૂઢ વિજ્ઞાન (Occult Science) અને ટેરોટ કાર્ડ રીડિંગ ક્ષેત્રે આપેલી ઉત્કૃષ્ટ સેવાઓ બદલ મંચ પર મોમેન્ટો અને ઉપહાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોતાના સંબોધન અને ઉપસ્થિતિ સાથે પુનિતજી લુલ્લાએ વ્યવહારુ અભિગમ સાથે જીવનમાં સકારાત્મક ઉર્જા અને ગૂઢ વિદ્યાના સાચા ઉપયોગ અંગે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટેરોટ અને ઓકલ્ટ સાયન્સ માત્ર ભવિષ્યકથન નથી, પરંતુ એ માનવ જીવનને યોગ્ય માર્ગદર્શન આપવાનું અને સકારાત્મક પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે.

આ કોન્ક્લેવનું આયોજન શ્રી વાસ્તુ કન્સલ્ટન્સી અને અન્ય જાણીતી જ્યોતિષ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન અને ગૂઢ વિદ્યાઓનું સુંદર સંયોજન જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *