ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા

ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે આગામી 7 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થઈ રહેલી ગુજરાતી એક્શન-એડવેન્ચર થ્રિલર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) ની ‘ટીમ ચિરંજીવી’ એ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જમીન પર રાહત કાર્ય કર્યા બાદ, ટીમ ચિરંજીવીના સભ્યોએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ માટે ફાળવેવાયેલું સમગ્ર ગ્રાઉન્ડ પ્રમોશન બજેટ ગુજરાત પૂર રાહત કાર્ય માટે સમર્પિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

અભિનેતા-નિર્માતા દીપક તિજોરી, જીનલ બેલાણી, ભૌમિક સંપત, ઓમ ભટ્ટ અને ટીમ ચિરંજીવીએ મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય મુલાકાત યોજીને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ અંગે સંવેદના વ્યક્ત કરી હતીટીમ એ જણાવ્યું હતું કે  ફિલ્મ પ્રમોશનના તમામ માર્કેટિંગ અને ગ્રાઉન્ડ ઈવેન્ટ્સના ફંડનો ઉપયોગ પૂરપીડિત પરિવારોને મદદ કરવા, નુકસાન વેઠનારા ખેડૂતોને પુનઃસ્થાપિત કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે કરવામાં આવશે.

આથી ‘ટીમ ગેટ સેટ ગો’ એ એકમતે નિર્ણય લીધો છે કે ગ્રાઉન્ડ પ્રમોશન માટે નક્કી કરેલું સમગ્ર બજેટ હવે ગુજરાતના પૂરપીડિતોની સેવામાં વાપરવામાં આવશે.

“‘ચિરંજીવી’ એ માત્ર એક ફિલ્મનો વિચાર નથી, પરંતુ એક જવાબદારી છે. સાચા હીરો માત્ર સિલ્વર સ્ક્રીન પર નથી સર્જાતા, પરંતુ સમાજમાં મુશ્કેલ સમયે લોકોની પડખે ઊભા રહેવાથી બને છે.

આ અગાઉ, અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સતત પાણી ભરાવાને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દીપક તિજોરી, જીનલ બેલાણી, ભૌમિક સંપત, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ સહિતના કલાકારો અને ‘ટીમ ચિરંજીવી’ એ રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક પરિવારોને પૌષ્ટિક ફૂડ પેકેટ્સ તથા પીવાના શુદ્ધ પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું.

આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ સ્ટારકાસ્ટ છે. બોલીવુડના જાણીતા અભિનેતા દીપક તિજોરી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના અવ્વલ કક્ષાના કલાકારો ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા કલાકારોનો મોટો કાફલો પડદા પર એકસાથે ધમાલ મચાવતો નજરે પડશે.

ટેકનિકલ દ્રષ્ટિએ આ ફિલ્મ ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જવા માટે સંપૂર્ણ તૈયાર છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને અદભુત એક્શન સીન્સને VFX ના માધ્યમથી અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યો અને સ્ક્રીન પર દેખાતી ઉચ્ચ ગુણવત્તાની વિઝ્યુઅલ ટ્રીટ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *