ફાર્મા ઉદ્યોગમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પર અમદાવાદમાં યોજાઈ ભવ્ય ‘CXO મીટ’

ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડિજિટલ ક્રાંતિ અને વૈશ્વિક નિયમોના પાલનને વેગ આપવા માટે અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિત ગેટવે ખાતે એક ભવ્ય “CXO મીટ” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ખોડીયાર ટેકનોવેશન પ્રા. લિ. (KTPL) અને વૈશ્વિક ટેકનોલોજી લીડર સિમેન્સ (Siemens) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટમાં ફાર્મા ઉદ્યોગના ટોચના સીઇઓ, એમડી, પ્લાન્ટ હેડ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નિષ્ણાતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ અંગે વધુ માહિતી આ પ્રસંગે ખોડીયાર ગ્રુપના ફાઉન્ડર અને ડિરેક્ટર જીજ્ઞેશ પટેલ, કંપનીના સીટીઓ અને સીઓઓ ભાગ્યેશ પટેલ, તેમજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ્સ ડો. રાગિન શાહ અને ધર્મેન્દ્ર જોશીએ આપી હતી.

ભારત વૈશ્વિક સ્તરે” ફાર્મસી ઓફ વર્લ્ડ” તરીકે જાણીતું છે, જે વિશ્વની અંદાજે ૨૦% જેનેરિક દવાઓ અને ૫૦% થી વધુ રસીઓ પૂરી પાડે છે. દેશની આ વિશાળ ઉત્પાદન ક્ષમતા અમેરિકામાં ૪૦% જેનેરિક દવાઓ, બ્રિટનમાં ૨૫% દવાઓ અને યુનિસેફ (UNICEF) ની ૬૦% રસીની જરૂરિયાત પૂરી કરે છે. મોટા પાયે ઉત્પાદન અને પરવડે તેવી કિંમતોને લીધે ભારતે વિશ્વના ૧૯૦ થી વધુ દેશોમાં જીવનરક્ષક દવાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડી છે.

ગુજરાત દેશની આ ફાર્માસ્યુટિકલ શક્તિનું મુખ્ય એન્જિન છે, જે ભારતના કુલ ફાર્મા ટર્નઓવરમાં ૩૦% થી વધુ અને નિકાસમાં લગભગ ૨૮% હિસ્સો ધરાવે છે. રાજ્યમાં ૪,૦૦૦ થી વધુ ઉત્પાદન એકમો કાર્યરત છે

આ ઇવેન્ટ દરમિયાન ફાર્મા સેક્ટરના મુખ્ય પડકારો જેવા કે પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્શન સ્પીડ, ડેટા ઇન્ટિગ્રિટી અને વૈશ્વિક નિયમોની મંજૂરી અંગે 6 વિશેષ સેશન્સ  યોજાયા હતા. પ્રથમ સેશનમાં  ડિજિટલ થ્રેડ ફોર ફાર્માસૂટિકલ્સના ઓવરવ્યૂ પર , દ્વિતીય સેશન ડિજિટલ આર & ડી અને સાયન્ટિફિક ડેટા ફાઉન્ડેશન પર હતું. ત્યારબાદ ત્રીજા સેશનમાં સિમ્યુલેશન- ડ્રિવન પ્રોડક્ટ & પ્રોસેસ ડિઝાઇન દ્વારા દવાની શોધ અને ફોર્મ્યુલેશન પ્રક્રિયા ઝડપી બનાવીને પ્રોડક્ટના માર્કેટિંગ સમયમાં ૨૦ થી ૩૦% નો ઘટાડો કરવાની ક્રાંતિકારી ટેકનિક સમજાવી હતી.

ઇવેન્ટના ચોથા  સેશનમાં ‘રાઇટ-ફર્સ્ટ-ટાઇમ’ પ્રોડક્શન, ઇલેક્ટ્રોનિક બેચ રેકોર્ડ્સ (EBR) અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ (MES/MOM) વિશે માર્ગદર્શન આપ્યું હતું. પાંચમા સેશનમાં લો- કોડ ડિજિટલ ઈનોવેશન ફોર ફાર્મા પર માહિતી આપી. છઠ્ઠા સેશનમાં  ટેકનિકલ લીડ પવન કલ્લુરકરે  ઇન્ડસ્ટ્રિયલ AI ના ઉપયોગ દ્વારા USFDA, EMA અને PMDA જેવી વૈશ્વિક સંસ્થાઓના નિયમોનું ઝીરો-ડિફેક્ટ સાથે પાલન કરવાની સરળ પદ્ધતિઓ રજૂ કરી હતી.

 ઉપસ્થિત નિષ્ણાતોએ એકસૂરે જણાવ્યું હતું કે, આ આધુનિક ડિજિટલ સોલ્યુશન્સ અપનાવવાથી ફાર્મા કંપનીઓ દવાની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, પેપરલેસ સિસ્ટમથી ઓડિટ પ્રક્રિયા સરળ બને છે અને પ્રોડક્શન ખર્ચમાં મોટો ઘટાડો થાય છે.

 આ ઇવેન્ટમાં બિઝનેસ નેટવર્કિંગ સેશન યોજાયું હતું. જેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારના ફાર્મા સેક્ટરના દિગ્ગજોએ એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને ફાર્મા ઉદ્યોગના આ ડિજિટલ પરિવર્તનને આવકાર્યું હતું. આ આયોજન પાછળ ખોડીયાર ટેકનોવેશન પ્રા. લિ. નો મુખ્ય ઉદ્દેશ્ય સિમેન્સ સાથે મળીને ભારતીય ફાર્મા ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્માર્ટ, સુરક્ષિત અને ભવિષ્ય માટે સક્ષમ બનાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *