ભારત, 31 માર્ચ 2026 : રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર્સનું પ્રતિનિધિત્વ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા NAR-India દ્વારા, મુંબઈમાં તેના વાર્ષિક અધિવેશનના સફળ સમાપન બાદ નવી રાષ્ટ્રીય નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલને રૂ. 3000 કરોડથી વધુના વ્યાપારિક વ્યવહારોને વેગ આપ્યો હતો અને ભારતમાં સંગઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે.
NAR-India ના ચેરમેન શ્રી સુમંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ અધિવેશને સાબિત કર્યું છે કે સ્ટેકહોલ્ડર્સ વચ્ચેનો ગાઢ સહયોગ કેવી રીતે સીધી રીતે વ્યાપારિક ગતિશીલતા, વિશ્વાસમાં વધારો અને વિવિધ બજારોમાં વધુ વ્યવસ્થિત રીતે સોદાઓના પ્રવાહમાં રૂપાંતરિત થઈ રહ્યો છે.”
NAR-India ના પ્રેસિડેન્ટ શ્રી ચંદ્રેશ વિઠલાણીએ ઉમેર્યું હતું કે, “આ અધિવેશનનું કદ, વિવિધતા અને તેના પરિણામો ભારતમાં રિયલ એસ્ટેટ બ્રોકરેજ ઇકોસિસ્ટમ વધુ સંગઠિત, પારદર્શક અને વ્યાવસાયિક અભિગમ તરફ જઈ રહી હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.”
NAR-India ના પ્રેસિડેન્ટ-ઈલેક્ટ અને ઈવેન્ટ ચેરમેન શ્રી આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, “આ અધિવેશન માત્ર ચર્ચાઓ પૂરતું મર્યાદિત ન રહેતા, માપી શકાય તેવા નક્કર પરિણામો આપનારૂં સાબિત થયું છે. સહભાગીઓની વિશાળ સંખ્યા, જોડાણની ગુણવત્તા અને થયેલા વ્યાપારનું પ્રમાણ એ સ્પષ્ટ દર્શાવે છે કે આ ઉદ્યોગમાં હવે પરસ્પર સહયોગ અને વ્યવહાર કરવાની પદ્ધતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. અમે અહીં માત્ર એક કાર્યક્રમનું જ આયોજન નથી કર્યું, પરંતુ એક ઉચ્ચ પ્રભાવશાળી બિઝનેસ પ્લેટફોર્મ તૈયાર કર્યો છે, જે સમગ્ર ઇકોસિસ્ટમના હિતધારકો માટે સતત તકોનું સર્જન કરશે અને વિકાસને વેગ આપશે.”
પોતાના પ્રકારના સૌથી મોટા સંમેલનોમાંના એક તરીકે સ્થાન પામેલા આ અધિવેશનમાં દેશભરમાંથી 1800 થી વધુ પ્રતિનિધિઓ એકઠા થયા હતા, જેમાં રિયલ્ટર્સ, ડેવલપર્સ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, રિટેલર્સ અને કોર્પોરેટ ઓક્યુપાયર્સનો સમાવેશ થાય છે. આ વ્યાપક સહભાગીદારી સીધી રીતે ઓન-ગ્રાઉન્ડ ડીલ-મેકિંગ, વ્યૂહાત્મક ભાગીદારી અને રેસિડેન્શિયલ, કોમર્શિયલતથા રિટેલ ક્ષેત્રોમાં વિવિધ બજારો વચ્ચેના સહયોગમાં રૂપાંતરિત થઈ હતી.
આ કાર્યક્રમે એક ઉચ્ચ-મૂલ્ય ધરાવતા બિઝનેસ પ્લેટફોર્મ તરીકે કામ કર્યું હતું, જ્યાં સુવ્યવસ્થિત B2B મીટિંગ્સ, પ્રોજેક્ટ શોકેસ અને રોકાણ અંગેની ચર્ચાઓ દ્વારા નક્કર પરિણામો પ્રાપ્ત થયા હતા. રિલાયન્સ, ટાટા અને બિરલા જેવા અગ્રણી કોર્પોરેટ જૂથોએ મોટા પાયે રિયલ એસ્ટેટની તકો શોધી હતી, જે દર્શાવે છે કે ઝડપી અને વધુ પારદર્શક વ્યવહારો માટે સંગઠિત બ્રોકરેજ નેટવર્ક સાથે કામ કરવામાં સંસ્થાગત રસ વધી રહ્યો છે.
આ અધિવેશન ઉદ્યોગના વિવિધ અવાજો અને થોટ લીડરશીપ માટે પણ ખાસ રહ્યું હતું. ડૉ. નિરંજન હિરાનંદાની અને હાફીઝ કોન્ટ્રાક્ટર જેવા દિગ્ગજોના માર્ગદર્શન હેઠળના સત્રો, તેમજ બોમન ઈરાની, સવજી ધોળકિયા અને જયા કિશોરી જેવી હસ્તીઓના પ્રેરણાદાયી સંબોધનોએ વ્યાપાર, નીતિ અને માનવીય સમજણનો એક સમતુલિત મંચ તૈયાર કર્યો હતો, જેણે આ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો. AREA ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ૪૫ સભ્યોની ઓર્ગેનાઈઝિંગ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો, જેણે રાષ્ટ્રીય અધિવેશનની ભવિષ્યની આવૃત્તિઓ માટે એક મજબૂત બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
મુંબઈમાં આયોજિત સફળ રાષ્ટ્રીય અધિવેશન બાદ, NAR-India એ તેની નવી નેતૃત્વ ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. આ ટીમનું સુકાન ચેરમેન તરીકે શ્રી સુમંત રેડ્ડી સંભાળશે, જ્યારે શ્રી તરુણ ભાટિયા વાઇસ ચેરમેન અને ગ્લોબલ એમ્બેસેડર તરીકે સેવા આપશે. સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે શ્રી ચંદ્રેશ વિઠલાણી અને પ્રેસિડેન્ટ-ઈલેક્ટ તરીકે શ્રી આશિષ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. શ્રી અમિત ચોપરા ઈમીજીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે માર્ગદર્શન આપશે અને શ્રી સમીર અરોરા CEO તરીકે જવાબદારી નિભાવશે.
ટીમના અન્ય મહત્વના હોદ્દેદારોમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી અરવિંદ ગુપ્તા, શ્રી રામકુમાર, શ્રી ઝાકિર ભાટી અને શ્રી સંતોષ અવલાકીનો સમાવેશ થાય છે. સંસ્થાના વહીવટી કાર્યો માટે ઓનરરી સેક્રેટરી તરીકે શ્રી ચેતન ચોપરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે સુશ્રી સોનિયા સચદેવા અને ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે શ્રી અપ્પોમની વરણી કરવામાં આવી છે. વધુમાં, ઝોનલ ડિરેક્ટર્સ તરીકે પૂર્વ ઝોનમાં શ્રી અભિમન્યુ મોદી, દક્ષિણ ઝોનમાં શ્રી શિવલિંગમ એમ, પશ્ચિમ ઝોનમાં શ્રી ઉદયન માને અને સેન્ટ્રલ ઝોનમાં શ્રી બ્રિજેશ પટેલ નેતૃત્વ પૂરું પાડશે.
નવી નિયુક્ત નેતૃત્વ ટીમ નીચે મુજબના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે:
સંગઠિત રિયલ એસ્ટેટના વિઝનને આગળ ધપાવવું
‘વન ઇન્ડિયા, વન લાયસન્સ’ (એક ભારત, એક લાયસન્સ) માટે હિમાયત કરવી
RERA ફ્રેમવર્ક સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવું
શિક્ષણ અને કૌશલ્ય વિકાસની પહેલોનો વિસ્તાર કરવો
સીમલેસ (અડચણરહિત) વ્યવહારો માટે ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કરવું
સરકાર અને નીતિવિષયક હિતધારકો સાથે સંવાદમાં વધારો કરવો
નવા નેતૃત્વ અને કાર્યક્રમ બાદ મળેલા મજબૂત વેગ સાથે, NAR-India ભારતના રિયલ એસ્ટેટ બ્રોકરેજ ક્ષેત્રના ફોર્મેલાઇઝેશન અને વિકાસને ઝડપી બનાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
