અમદાવાદ, નવેમ્બર 2025: યુરોપ અને ખાસ કરીને ચેક રિપબ્લિકમાં ઉચ્ચ, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન, અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો, કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવાનો છે. યુરોપિયન પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપીને પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમોની પસંદગી, કેમ્પસ લાઈફ, રહેવાની સુવિધા અને ભવિષ્યની કારકિર્દી તકો વિશે સીધું માર્ગદર્શન આપ્યું. આ અંગે ભાવિક સિદ્ધપુરા (ધ વિઝા મેન), ડિરેક્ટર – ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ; ક્રેજસી મિલોસ, સ્કૂલ ઓફ બિઝનેસના હેડ; ક્રિશ મિશ્રા, રિપ્રેઝેન્ટેટિવ એ વધુ માહિતી આપી.
સેમિનારમાં ખાસ કરીને ચેક રિપબ્લિકમાં અભ્યાસ માટેની અનોખી તકો પર ભાર મુકાશે—જેમાં IELTS વગર પ્રવેશની તક, વાર્ષિક માત્ર રૂ. 2 થી 4 લાખના ફી સ્ટ્રક્ચર, ઓછો લિવિંગ ખર્ચ, 40 કલાક સુધી ભાગ સમય કામ કરવાની સુવિધા, સ્પાઉસ વીઝા, ગેપ સ્વીકાર્યતા અને ઊંચો વીઝા સક્સેસ રેશિયોનો સમાવેશ થાય છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને 1 થી 4 વર્ષના વર્ક પરમિટ અને ત્યારબાદ પર્મનેન્ટ રેસિડન્સી (PR) માટે અરજી કરવાની તક મળતી હોવાથી યુવાનો માટે આ લાંબા ગાળાનું ઉત્તમ કરિયર પ્લેટફોર્મ બની શકે છે.
અમદાવાદને સેમિનાર માટે પસંદ કરવાનું કારણ સમજાવતા ભાવિક સિદ્ધપુરા (ધ વિઝા મેન), ડિરેક્ટર – ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ કહે છે, “અમદાવાદ છેલ્લા નવ વર્ષથી યુરોપ અભ્યાસ માટેનું સૌથી સક્રિય શહેર રહ્યું છે. અહીંના વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા મજબૂત છે અને અમારા પાસે પહેલા થી જ અનેક સફળ વિદ્યાર્થીઓ કે જેઓ યુરોપમાં સ્થિર થયા છે, તેમના રેફરેન્સ ઉપલબ્ધ છે. આ સેમિનાર નવા વિદ્યાર્થીઓ માટે સાચી માહિતી અને વિશ્વસનીય માર્ગદર્શન મેળવવાની સોનેરી તક છે.”

વિશ્વના અગ્રણી યુરોપિયન યુનિવર્સિટીના ક્રેજસી મિલોસ, સ્કૂલ ઓફ બિઝનેસના હેડ કહે છે, “ચેક રિપબ્લિક ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક કેમ્પસ અને ઉદ્યોગ સાથેના સશક્ત કનેક્શન માટે જાણીતા છે. ભારતીય વિદ્યાર્થીઓ મહેનતુ અને પ્રેક્ટિકલ માઇન્ડસેટ ધરાવતા હોવાથી તેઓ અહીં અત્યંત સફળ બની રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે વધુ ભારતીય વિદ્યાર્થીઓ આ તકનો લાભ લે.”
પ્રવેશ પ્રક્રિયા અને કોર્સ માર્ગદર્શન અંગે માહિતી આપતા ; ક્રિશ મિશ્રા, રિપ્રેઝેન્ટેટિવ કહે છે, “ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ કરીને IT, એન્જિનિયરિંગ, બિઝનેસ, હેલ્થકેર અને હૉસ્પિટલિટી જેવા કોર્સ પસંદ કરે છે. તેમની પ્રોફાઇલ મજબૂત હોય તો સ્કોલરશિપ અને UK–USA–Australia–Canada જેવી દેશોમાં એક્સચેન્જ પ્રોગ્રામની ઉત્તમ તકો પણ ઉપલબ્ધ છે. આ સેમિનાર દરેક વિદ્યાર્થીને પોતાની માટે યોગ્ય માર્ગ નક્કી કરવામાં મદદરૂપ બનશે.”
આ સેમિનારમાં આશરે 12 ગ્રેજ્યુએટ તેમજ ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજરી આપશે, સાથે જ affordable foreign education શોધતા વર્કિંગ પ્રોફેશનલ્સ માટે પણ આ સેમિનાર બહુમૂલ્ય છે. હાજર રહેલા લોકો યુરોપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધો સંપર્ક કરીને તેમના વાસ્તવિક અનુભવ સાંભળી શકશે. આ કાર્યક્રમ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક કારકિર્દીનો માર્ગ ખુલ્લો મૂકવા તરફનો એક સશક્ત પ્રયાસ છે.
