ઝી ટીવીના કલાકારો હંમેશા અનોખા, હૃદયસ્પર્શી અનુભવો બનાવવામાં અગ્રેસર રહ્યા છે, જેના શો લોકોના જીવનમાં આનંદ તથા એક્તા અને મનોરંજન લાવે છે. તેના નવા બ્રાન્ડ વાયદા, આપ કા અપના ઝી ટીવી સાથે, ચેનલ એવી ક્ષણો આપવાનું આગળ વધારી રહી છે, જે મજા, ભાવના તથા ઉજવણીની ભાવનાનું સંયોજન છે. આ તહેવારોની સિઝનમાં ઝી રિશ્તોં કા મેલાનો દિવાળી સ્પેશિયલ એપિસોડ હાસ્યથી ભરપૂર ઘટનામાં ફેરવાઈ ગયો, કેમકે તમારા મનપસંદ સ્ટોર્સે એક અણધારી તથા રમુજી પડકારનો સામનો કરીને સાંજને રોશન કરી દીધી!
એક એવો સેગમેન્ટ આવ્યો જ્યાં દર્શકો બે ભાગમાં વહેંચાઈ ગયા, જાગૃતિ- ઇક નયી સુબહની આકર્ષક જોડી, સૂરજ તથા આકાશ અને સરુનો મોહક વેદ તથા જાને અન્જાને હમ મિલેંનો ધ્રુવની સાથોસાથ ઉત્સાહી હોસ્ટ જય ભાનુશાળીને તુમ સે તુમ તકના ગોપાલ એ તેના મસ્તીભર્યા અંદાજમાં સાડી પહેરવું કામ સોપ્યું. ત્યારબાદ જે થયું એ શુદ્ધ મનોરંજન જ હતું, કેમકે છોકરાઓ અત્યંત પ્રતિબદ્ધ હોવાની સાથોસાથ મસ્તીભર્યા અંદાજમાં સાડી પહેરવાની કળામાં નિપુણતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો! તો આ મજા કેવી રહી તે જોવા માટે ઇમેજીસ જોતા રહો!
જ્યારે તેઓ બધું જ સમજી રહ્યા હોય તેમ લાગતું હતું ત્યારે જાગૃતિ- ઇક નયી સુબહના તોફાની કલિકાંતે સ્ટેજ પર પ્રવેશ કર્યો અને છોકરાઓની સાડીઓ ઉતારવાનો પ્રયાસ કરીને અરાજક્તાનો માહોલ ઉભો કર્યો હતો, જેનાથી દર્શકો સહિત બધા જ હસીને લોટપોટ થઈ ગયા. હળવી મજાક તથા મિત્રતાએ તેના તેને દિવાળી સ્પેશિયલની સૌથી મનોરંજક ક્ષણોમાંની એક બનાવી દીધી.
એક હૃદયસ્પર્શી અભિવ્યક્તિમાં, તેમને પહેરેલી સુંદર સાડીઓ પાછળથી તેમના શોની નાયિકાઓને ભેટ આપવામાં આવી અને ઉત્સવ અને પ્રેમભર્યા માહોલમાં સેગમેન્ટનો અંત આવ્યો. પણ આ સ્પર્ધા કોણે જીતી તે જણવા રાહ જૂઓ?
ઝી રિશ્તોં કા મેલા જૂઓ 19મી ઓક્ટોબર સાંજે 8 વાગે ફક્ત ઝી ટીવી પર!