અમદાવાદ : YFLO અમદાવાદ દ્વારા સ્મૃતિ ઈરાની સાથે “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” ઇવેન્ટનું આયોજન કરાયું હતું. નેહા ગોયલ, ચેરપર્સન, YFLO અમદાવાદ 2025-26ના નેતૃત્વમાં આયોજિત “લીડરશીપ અનસ્ક્રિપ્ટેડ” એક એવો કાર્યક્રમ હતો લાંબા સમય માટે જાય. આ કાર્યક્રમ શરૂઆતમાં સામાન્ય સંવાદ તરીકે શરૂ થયી પણ, ધીરે-ધીરે તે આત્મીય ભાવપૂર્ણ વિચાર- વિનિમય ગયો. પાવરફુલ, ઈમોશનલ અને ઈન્સ્પાયરિંગ આ સેશને ઉપસ્થિત સૌ મહિલાઓનું હ્ર્દય જીતી લીધું.
ભારતના કેન્દ્રીય મંત્રી અને દેશના સૌથી આદરણીય નેતાઓમાંના એક સ્મૃતિ ઈરાનીએ તેમની જર્ની ખૂબ જ પ્રામાણિકતા અને સહજતાસાથે શેર કરી. તેમની શરૂઆતની કારકિર્દીથી લઈને સામાજિક વિકાસમાં તેમના પ્રભાવશાળી કાર્ય સુધી – જેમાં ન્યુટ્રિશન ટ્રેકર જેવી પહેલો અને રોગચાળા દરમિયાન PPE કીટ ઉત્પાદનમાં તેમના યોગદાનનો સમાવેશ થાય છે – તેમણે દ્રઢતા, હેતુ અને પસંદગીની શક્તિ પર પ્રેરણાદાયી શબ્દો રજૂ કર્યા.
આ કન્વર્ઝેશનનું સંચાલન નેહા ગોયલ, ચેરપર્સન, YFLO અમદાવાદ 2025-26 દ્વારા કરાયું. તેમણે એક સહજ માહોલ બનાવ્યો, જેમાં સ્ટેજ પર થયેલ વાતો ફક્ત ઈન્ટરવ્યુ જ ન રહી પણ દિલથી જોડાઈ અને સ્પષ્ટ અને ભાવનાઓથી બંધાઈ.
સ્મૃતિ ઈરાનીજીએ બધાને યાદ અપાવ્યું કે સાચી શક્તિ એક માનસિકતા છે – અને મહિલાઓએ પહેલા પોતાને પસંદ કરવાની જરૂર છે, બીજાની મંજૂરીની રાહ જોવાની નહીં. તેમણે એક વિચારપ્રેરક પ્રશ્ન પૂછ્યો: “આપણે ફક્ત એટલા માટે અલગ રીતે કેમ વિચારીએ છીએ કારણ કે આપણે મહિલાઓ છીએ? શા માટે ફક્ત પોતાને પસંદ ન કરીએ અને આપણા પોતાના જેવા જ બનીને રહીએ?”
તેમના શબ્દો સાંભળીને, ઘણી મહિલાઓ પોતાની જાત સાથે જોડાઈ ગઈ – કેટલાકની આંખોમાં આંસુ પણ હતા. આ સેશને દરેક પ્રતિભાગીને પોતાનો અવાજ સ્વીકારવાની, પોતાના નિર્ણયોમાં અડગ રહેવાની અને સાચા નેતૃત્વ સાથે નેતૃત્વ કરવાની નવી સ્પષ્ટતા અને હિંમત આપી.
તે ખરેખર એક ખાસ ઇવનિંગ હતી – જે વાતચીતની સીમાઓ પાર કરી અને સામૂહિક આત્મ-અનુભૂતિ અને સશક્તિકરણનો ક્ષણ બની ગઈ.