‘વશ લેવલ 2’નું ટ્રેલર લોન્ચ : 27 ઓગસ્ટ, 2025 એ થશે ફિલ્મ રિલીઝ

•             ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ફિલ્મનું વર્લ્ડ-વાઈડ રિલીઝ થશે

કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુઝિયોઝ સાથેના એસોશિએશનથી બનેલ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આવી રહેલ  સુપરનેચરલ ફિલ્મ “વશ લેવલ 2” 27મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે જે હોરર, સસ્પેન્સ, થ્રિલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે.

વર્ષ 2023 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વશ.ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી. આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી. પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે જેનું નામ છે “વશ વિવશ લેવલ 2”.નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ “વશ” ફરી કરાશે રિલીઝ. 27 ઓગસ્ટ એ વશ લેવલ- 2 ના રિલીઝના એક અઠવાડિયા અગાઉ કરાશે રિલીઝ.

 કૃષ્ણદેવ  યાજ્ઞિક “વશ લેવલ ૨” સાથે પાછા ફર્યા છે. જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર તથા ચેતન દૈયા જોવા મળશે. આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું. આ પ્રસંગે કેએસ એન્ટરટેઇન્મેન્ટ તરફથી કૃણાલ સોની (નિર્માતા) અને કલ્પેશ સોની (નિર્માતા) , અનંતા બિઝનેસ કોર્પ. તરફથી નિલય ચોટાઈ (નિર્માતા), પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ (નિર્માતા) તથા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેનકુમાર અને હિતુ કનોડિયા અને ચેતન દૈયા ઉપસ્થિત રહ્યાં હતા.

આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 27 ઓગસ્ટ, 2025ના રોજ આવી રહી છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. “વશ”ની સફળતા બાદ “વશ લેવલ 2″થી ગુજરાતી જ નહિ પણ હિન્દી ફિલ્મ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે. આ વાર્તા ગુજરાતની એક ગર્લ્સ સ્કૂલની સવારથી શરૂ થાય છે. અડધો દિવસ  પસાર થાય છે તમે , શાળામાં એક ભયાનક ઘટના બનેછે, જ્યાં 10 છોકરીઓ  એક અજાણ્યા “અંકલ “ના પ્રભાવમાંશાળાના ટેરેસ પરથી કૂદી પડે છે. અથર્વને આ સમાચાર વિશે ખબર પડે છે કે 12 વર્ષ પહેલાં તેની પુત્રી આર્યા સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. અથર્વ આગળ શું કરશે? શું બીજી છોકરીઓ બચી જશે? શું તેઓ વશમાંથી બહાર આવશે? આ બધા પ્રશ્નોના જવાબ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

અપાર સફળતા પ્રાપ્ત કરનારી “વશ” પછી હવે દર્શકો માટે શરૂ થાય છે એક નવી, વધુ ગાઢ અને વધુ ડરામણી સફર – ‘વશ લેવલ 2’. ટ્રેલરએ જે ડરનું બીજ વાવી દીધું છે, તે હવે રિલીઝના દિવસે આખું વટવૃક્ષ બનીને પરદે ધૂમ મચાવશે.

27 ઓગસ્ટ, 2025 – તૈયાર રહો એક એવી વાર્તા માટે, જે સીધી દિલમાં ઊતરી જશે. હવે જંગ છે માત્ર વશ થવાની નહીં…પણ આઝાદ થવાની!

Gujarati Trailer Link :-

Hindi Vash Vivash Level 2 Trailer Link :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *