ફોન પે અને HDFC બેંક લૉન્ચ કરશે સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ

ફોન પે અને HDFC બેંકે ‘ફોન પે HDFC બેંક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ‘ લૉન્ચ કર્યું છે, જે ફોન પેની કો-બ્રાન્ડેડ કાર્ડ સ્પેસમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. HDFC બેંક સાથે ભાગીદારીમાં, RuPay ક્રેડિટ કાર્ડની આ નવી શ્રેણી ભારતીય ગ્રાહકોની બદલાતી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. કાર્ડ UPI ખર્ચ પર ખાસ લાભ આપે છે, ખાસ કરીને ફોન પે ઍપ પર.

આ મહત્વપૂર્ણ ભાગીદારીથી HDFC બેંકની બેંકિંગ સેવાઓ અને ફોન પેની ડિજિટલ કુશળતાનો સમન્વય થયો છે જેથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ સરળ અને વધુ સુલભ બનશે. આ કાર્ડ બે પ્રકારોમાં ઉપલબ્ધ છે – ‘અલ્ટિમો‘ અને ‘યુએનઓ‘ – તેમજ આ કાર્ડ મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ, ટ્રાવેલ, ઓનલાઈન શોપિંગ, કરિયાણા અને કેબ બુકિંગ જેવી લોકપ્રિય શ્રેણીઓ પર રિવોર્ડ પ્રદાન કરે છે. આ કાર્ડ UPI સાથે પણ એકીકૃત રીતે કાર્ય કરે છે, જેનાથી યુઝર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રોજિંદા પેમેન્ટ કરી શકે છે અને UPI QR પેમેન્ટ સ્વીકારતા મર્ચન્ટના વિશાળ નેટવર્ક દ્વારા રિવોર્ડ મેળવી શકે છે.

ફોન પે ખાતે કન્ઝ્યુમર પેમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર સોનિકા ચંદ્રાએ જણાવ્યું હતું કે, “અમે HDFC બેંક સાથે અમારું પહેલું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ લોન્ચ અમારા વિશાળ યુઝર આધારને નવા અને ઉપયોગી નાણાકીય ઉત્પાદનો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ કાર્ડ ફોન પે યુઝરને બિલ પેમેન્ટ, રિચાર્જ અને ટ્રાવેલ બુકિંગ પર 10% રિવોર્ડ પોઈન્ટ આપીને, તેમના રોજિંદા ખર્ચ પર સારું મૂલ્ય પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ ગ્રાહકો તેનો ઉપયોગ લાખો UPI મર્ચન્ટ માટે પણ સરળતાથી કરી શકે છે. અમારું માનવું છે કે HDFC બેંક સાથેની અમારી મજબૂત ભાગીદારી, આ કાર્ડના ઘણા ફાયદાઓ સાથે, ભારતમાં લાખો લોકોને ક્રેડિટ કાર્ડનો એક નવો અને વધુ સારો અનુભવ પ્રદાન કરશે.”

HDFC બેંકના પેમેન્ટ, લાયબિલિટી પ્રોડક્ટ, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને માર્કેટિંગ કન્ટ્રી હેડ, પરાગ રાવે જણાવ્યું હતું કે, “ભારતના ટોચના કાર્ડ ઇશ્યુઅર તરીકે, અમે હંમેશા અમારા ગ્રાહકો માટે ઉપયોગી, કસ્ટમાઇઝ્ડ ઉત્પાદનો બનાવવા અને અર્થપૂર્ણ રીતે ક્રેડિટની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે કામ કરીએ છીએ. ફોન પે સાથેની અમારી ભાગીદારી અમને ડિજિટલ-ફર્સ્ટ યુઝર સુધી પહોંચવામાં મદદ કરે છે, જેનાથી ક્રેડિટ કાર્ડ વધુ ફાયદાકારક અને ઉપયોગમાં સરળ થઈ જાય છે, ખાસ કરીને UPI દ્વારા – જે હવે ભારતની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. આ કો-બ્રાન્ડેડ કાર્ડ સાથે, યુઝરને બંને લાભ મળશે: અમારું વિશ્વસનીય ક્રેડિટ કાર્ડ પ્લેટફોર્મ અને ફોન પેનો યુઝર-ફ્રેન્ડલી ડિજિટલ અનુભવ.”

‘અલ્ટિમો’ વેરિઅન્ટ ગ્રાહકોને નોંધપાત્ર રિવોર્ડ પોઈન્ટ આપે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ફોન પે એપ પર બિલ પેમેન્ટ, રિચાર્જ, ફોન પે પર ટ્રાવેલ બુકિંગ અને પિનકોડ – ફોન પેની હાઇપરલોકલ ડિલિવરી એપ પર શોપિંગ જેવી શ્રેણીઓમાં ખર્ચ કરવા પર 10% રિવોર્ડ પોઈન્ટ મળે છે.
  • ટોચના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ખર્ચ કરવા પર 5% રિવોર્ડ પોઈન્ટ.
  • કાર્ડનો ઉપયોગ કરીને UPI ‘સ્કેન અને પે’ ટ્રાન્ઝેક્શન પર 1% રિવોર્ડ પોઈન્ટ.
  • દર ત્રણ મહિને ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં બે વાર મફત પ્રવેશ મેળવો.

પાત્રતા ધરાવતા ફોન પે યુઝર આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે સીધા ફોન પે ઍપ પર અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ છે. એકવાર HDFC બેંક દ્વારા કાર્ડ જારી કરવામાં આવે, પછી યુઝર તેને તેમની ફોન પે ઍપ સાથે લિંક કરી શકે છે અને UPI દ્વારા મર્ચન્ટને પેમેન્ટ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. તેઓ તેમનું કાર્ડ મેનેજ પણ કરી શકે છે અને ફોન પે ઍપમાં તેમના માસિક ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવી શકે છે.

પાત્રતા ધરાવતા ફોન પે યુઝરને તબક્કાવાર આ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફોનપે ગ્રુપ વિશે

ફોનપે લિમિટેડ (અગાઉ ફોનપે પ્રાઇવેટ લિમિટેડ’ના નામથી જાણીતુ હતું) ભારતની અગ્રણી ફિનટેક કંપનીઓમાંની એક છે. ભારતમાં મુખ્ય મથક ધરાવતી, તેની મુખ્ય પ્રોડક્ટ, ફોનપે ડિજિટલ પેમેન્ટ્સ ઍપ, ઓગસ્ટ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. એપ્રિલ 2025 સુધીમાં, ફોનપે પાસે 61 કરોડ (610 મિલિયન) થી વધુ નોંધાયેલા યુઝર છે અને 4 કરોડ (40+ મિલિયન) થી વધુ મર્ચન્ટમાં ફેલાયેલું ડિજિટલ પેમેન્ટ સ્વીકૃતિ નેટવર્ક છે. ફોનપે દરરોજ 34 કરોડ (340+ મિલિયન) થી વધુ ટ્રાન્ઝેક્શન પણ કરે છે જેનું વાર્ષિક કુલ પેમેન્ટ મૂલ્ય (TPV) 150 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

ફોનપે વ્યવસાયોના પોર્ટફોલિયોમાં ભારતમાં નાણાકીય પ્રોડકટ (ઈન્શ્યોરન્સ, ધિરાણ અને સંપત્તિ) તેમજ નવા ગ્રાહક ટેક વ્યવસાયો (પિનકોડ – હાયપરલોકલ ઈ-કોમર્સ અને ઈન્ડસ ઍપસ્ટોર – એન્ડ્રોઈડ ઈકોસિસ્ટમ માટે સ્થાનિક ઍપ સ્ટોર) નું વિતરણ શામેલ છે, જે કંપનીના દરેક ભારતીયને નાણાંના પ્રવાહને અનલોક કરીને અને સેવાઓની એક્સેસ આપીને તેમની પ્રગતિને વેગ આપવા માટે સમાન તક પ્રદાન કરવાના વિઝન સાથે સુસંગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *