ગાંધીનગરના કુડાસણ ખાતે “વણકર ભવન”નું નિર્માણ કાર્ય શરૂ

ગાંધીનગર :  સમગ્ર વણકર મહાજન ની વર્ષો પુરાણી લાગણી, માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા, અંખડિતતા, ગરીમા, ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે. શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ સમાજના સાથ, સહકાર, યોગદાન અને આશિર્વાદ થી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણકાર્યનો શુભારંભ સોમવારના રોજ શરૂ થયો હતો. અગાઉ થોડા સમય પહેલા, “વણકર ભવન”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મહાસંઘ સમાજના સ્વપ્નને સાકાર અને મૂર્તિમંત કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ગૌરવવંત પળ અને પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી બનવા મહાસંઘના તમામ હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીગણ, માનવંતા દાતાશ્રીઓ અને મહાસંઘના શુભચિંતકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મહાસંઘના પ્રમુખ શ્રી ડૉ. અમૃત એસ. પરમાર અને મહામંત્રી શ્રી એચ.પી. સોલંકી એ દરેકનું અભિવાદન કર્યું હતું. આ  પ્રસંગે કેબિનેટ મિનિસ્ટર, ગુજરાત ભાનુબેન બાબરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. વણકર ભવનના નિર્માણના બાંધકામના શુભારંભ પ્રસંગે  શ્રી અજય પટેલ, માન. ચેરમેનશ્રી , જી એસ સી બેન્ક, શ્રી જગદીશભાઈ પટેલ વાઇસ ચેરમેનશ્રી , એ.ડી. સી. બેન્ક, શ્રી એન ડી ચૌધરી દાતાશ્રી અને ચૌધરી સમાજના અગ્રણી આગેવાન અને વણકર સમાજના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ વગેરેનીઓ ખાસ ઉપસ્થિતિ રહી હતી.

એક સમયે મોટેભાગે કાપડ વણવાના-વણાટકામ સાથે જોડાયેલા સ્વાશ્રયી વણકર સમાજ દ્વારા નિર્મિત થનારા “વણકર ભવન”નો ઉદ્દેશ વણકર સમાજની એકતા, અખંડિતતા, પ્રતિષ્ઠા અને અસ્મિતા જાળવવાની સાથે સમાજના સામાજિક, આર્થિક અને રચનાત્મક ઉત્થાનનો છે. ગુજરાત રાજ્યના વણકર પરગણાના 400 જેટલા ગામોમાં 3200 કિ.મી.ની “વણકર ગૌરવ યાત્રા”ને મળેલા વ્યાપક આવકાર અને યાત્રા દરમિયાન મળેલા સહકાર-અનુદાન બાદ”વણકર ભવન”ના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યો છે.

આ વણકરભવન આશરે 12 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન, લાઈબ્રેરી, તેમજ ;લાયકત ધરાવતાં વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટેના પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવેલું છે. વણકર સમાજ મહાસંઘનું લક્ષ્ય છે કે કારકિર્દી વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, આર્થિક વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક સુધારણા અને યુવાવિકાસ યુવાશક્તિ સંગઠનને ધ્યાનમાં રાખીને આ વણકર ભવનનું નિર્માણ થાય.

શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર કોઈ વ્યક્તિગત કે વ્યક્તિલક્ષી સંગઠન નથી જેથી કોઈ પોતાની અપેક્ષા,આકાંક્ષા કે મહાત્વકાંક્ષા સંતોષવા નું સાધન બનાવે પરંતુ મહાસંઘની વિશિષ્ટતા એ છે કે મહાસંઘ માં એકમ તરીકે વ્યક્તિ નહીં પરંતુ સમાજ ના સુચારુ સંચાલન ની વ્યવસ્થા ના ભાગ રૂપે અસ્તિત્વ ધરાવતા પરગણા એકમ તરીકે છે જે આદી અનાદી થી પોતાની આગવી અનોખી ગૌરવવંત ઐતિહાસિક ઓળખ ધરાવતા પરગણા છે આવા ઉત્તર ગુજરાત ના ધરા અને મોભાદાર સાડત્રીસ પરગણા ના એકવીશ લાખ (૨૧)વણકરો એક મેક બની અટુટ ભાઈચારા અને બંધુત્વ ના તાણાવાણા થી  બંધાયેલ સમુહ/ સંગઠન એટલે મહાસંઘ જે જમીની સ્તર થી છેવાડા ના ગામ અને ઘર સુધી મજબૂત નેટવર્ક ધરાવતું  નખશિલ સામાજિક સંગઠન છે અને બીન રાજકિય અને બીન પક્ષીય ના મંત્ર અને સિધ્ધાંતોની ભિષ્મ પ્રતિજ્ઞા ને પ્રતિબધ્ધતા થી વરેલું છે

        મહાસંઘ નું એક માત્ર લક્ષ્ય  વણકર મહાજન ના સર્વાંગી વિકાસ છે તેનું પ્રથમ ચરણ એટલે એકતા અખંડીતતા એક સુત્રતા અસ્મિતા ને ઉજાગર કરી  વણકર મહાજન ની આન બાન શાન સામાજિક એકતા ના પ્રતિક અને પ્રતિષ્ઠા સમાન ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ ની છે આથી સાંપ્રત સમય માં મહાસંઘ ની તમામ સમય શકિત સંપત્તિ વણકર ભવન નિર્માણ માટે  સો ટકા અનામત અને સુરક્ષિત છે 

      વણકર ભવન નિર્માણ બાદ મહાસંઘ નું મિશન વણકર સમાજ ના સર્વાંગી વિકાસ સુખી સમૃદ્ધ સર્મથ સક્ષમ શિક્ષિત સંસ્કારી અને સંગઠિત વણકર મહાજન નું નવ સર્જન કરવાનું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *