અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ઇનોવેટીવ પ્રોજેક્ટસ થકી નવીનતા, ઉદ્યમિતા, અને સર્જનાત્મકતા ક્ષમતાને રજુ કરી.
ઈન્ડસ યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાઓ ઈન્ડસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ (IITE), ઈન્ડસ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનીકેશન એન્ડ ટેકનોલોજી (IICT), અને વેસ્ટર્ન ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ એરોનોટીક્સ (WIIA ) સાથે મળીને ૨૯ અને ૩૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ તેમના વિવિધ ઈજનેરી અને તકનીકી પ્રોગમ્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના વાર્ષિક પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજ્યું હતું.. આ પ્રદર્શનમાં ૭૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ તેમના ૩૦૦ થી વધારે વિવિધ પ્રોજેક્ટ્સ થકી તેમની સર્જનાત્મકતા, નવીન વિચારોને પ્રસ્તુત કરવાની અને ઉદ્યમિતાની કુશળતાઓને બતાવી હતી.
આ પ્રદર્શન યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયું હતું અને તેની શરૂઆત સંસ્થાના ઓડિટોરિયમમાં ખાસ ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. મુખ્ય મહેમાન તરીકે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને અરુણાય ઓર્ગેનિક્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી વિનોદ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા . તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને ખાસ બનાવ્યો અને ગુજરાતના વ્યાપાર સમુદાયમાં તેમના યોગદાન અને અનુભવને ઉજાગર કર્યા હતા.
ઉપરાંત, અમદાવાદ સ્થિત ઈ-ઇન્ફોચિપ્સ કંપનીના ઈજનેરી વિભાગના ડિરેક્ટર શ્રી નીલેશ રાણપુરા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સેમીકંડક્ટર ઇજનેરી વિશ્વના વિવિધ પાસાઓને સમજાવતું મુખ્ય વ્યક્તવ્ય આપ્યું હતું. તેમણે આધુનિક ટેકનોલોજી અને નવીનતા માટે મહત્વપૂર્ણ સેમીકંડક્ટર ઇજનેરીની વિશ્વની ઉંડી સમજ પ્રદાન કરી, જે ખાસ કરીને તેકનોલોજી અને ઇજનેરી સંબંધિત પ્રોજેક્ટ્સ રજૂ કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી હતી.
આ સમારંભમાં ખુબ જ મોટી સંખ્યામાં વિવિધ ઉદ્યોગપતિઓ,નિષ્ણાતો,આમંત્રિત મહેમાનો,પ્રાધ્યાપકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ , વિદ્યાર્થીઓએ મિકેનિકલ વર્કશોપ્સ, WIIA વર્કશોપ્સ, ભંવર બિલ્ડિંગ ફોયર અને કમ્પ્યુટર લેબ્સમાં તેમના પ્રોજેક્ટ્સ રજુ કર્યા હતા.
ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન (ISTE), ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇજનેર્સ, ઇન્ડિયા (IEI), અને ઇન્સ્ટિટ્યુશન્સ ઈનોવેશન કાઉન્સિલ (IIC) જેવી મોટી સંસ્થાઓએ આ પ્રદર્શનને સપોર્ટ આપ્યો હતો. ઈન્ડસ સેન્ટર ફોર સ્ટાર્ટઅપ્સ, ઇન્ક્યુબેશન & ઇનોવેશન (ICSII) અને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) દ્વારા આ પ્રદર્શન પ્રાયોજિત થયું હતું,
ઈન્ડસ યુનિવર્સિટીનું ૨૦૨૪ નું વાર્ષિક પ્રોજેક્ટ પ્રદર્શન નવીન વિચારો, સર્જનાત્મકતા, અને ટેકનોલોજીની કુશળતાની ઉજવણી સમાન બની રહ્યું હતું..આ કાર્યક્રમે યુવાઓ અને તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ આઇડિયાઝને પ્રસ્તુત કરીને યુનિવર્સીટીના સ્થાપકો શ્રી નાગેશ ભંડારી તથા શ્રીમતી રીતુ ભંડારીની વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અપાવની અને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇજનેરીમાં આગેવાની લેવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પણ રજુ કરી હતી.