26મી જાન્યુઆરીએ સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયો ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ વડીલો માટે “એ મેરે વતન કે લોગોં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નીતિન સુમંત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ અને આર્ક ઈવેન્ટ્સના ઉપક્રમે યોજાયો હતી અને ડૉ. મિતાલી નાગ (ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર) તથા અક્ષય તમાયચેના અવાજમાં દેશભક્તિના ગીતો સાંભળીને ઉપસ્થિત સૌ કોઈ દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચિરાગ સોનીના ઓર્કેસ્ટ્રાએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
ડૉ. મિતાલી નાગ તથા અક્ષય તમાયચેના મધુર અવાજમાં એ મેરે વતન કે લોગો, સારે જહાં સે અચ્છા, વંદેમાતરમ, માઁ તુઝે સલામ જેવા ગીતો સાંભળીને દેશભક્તિનો અનેરો જુસ્સો જાગ્યો હતો. ઉપસ્થિત સૌ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.