અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના અનોખા સંગમ સાથે અટીરાના કેમ્પસમાં ભવ્ય ગરબા મહોત્સવ સંપન્ન થયો
અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના હરિયાળા કેમ્પસ ખાતે ‘અટીરા ગરબા નાઇટ ૨૦૨૬’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવમાં અટીરાના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત મહેમાનો અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબાની રમઝટ સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી કરી…
