સુપરહિટ ‘લાલો’ બાદ નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને રીવા રાચ્છની વિજેતા જોડીનો વધુ એક ભવ્ય ધમાકો: ‘અંબા’નું દમદાર ટ્રેલર રિલીઝ; 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રજૂ
અમદાવાદ: જ્યારે જંગલનો રાજા અને જગદંબાનો અંશ એક જ શ્વાસે ધબકે, ત્યારે પ્રકૃતિ માત્ર દ્રશ્ય નથી રહેતી—તે સાક્ષાત પરચો બની જાય છે! ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક નવો અને ભવ્ય અધ્યાય લખવા જઈ રહેલી ફિલ્મ ‘અંબા’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો…
