મિત્ર હોસ્પિટલ દ્વારા ડૉ. ક્રિસ્ટોફર ડોડના સહયોગથી એડવાન્સ્ડ ની (knee) ટ્રીટમેન્ટમાં વૈશ્વિક નિપુણતાનો સમન્વય
અમદાવાદ | ૨૮ નવેમ્બર, ૨૦૨૬: મિત્ર ઓર્થોપેડિક સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ‘ધ ઓક્સફર્ડ ની સ્ટોરી – લેસ સર્જરી, મોર લાઈફ’ વિષય પર એક વિશેષ જ્ઞાનવર્ધક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુકેના ઓક્સફર્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ની સર્જન ડૉ. ક્રિસ્ટોફર ડોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ઘૂંટણની સમસ્યાઓ માટે ઉપલબ્ધ…
