
ભાગ્યે જ જોવા મળતાં ટ્યુમરનો જીસીએસ હોસ્પિટલમાં સફળ ઈલાજ
કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડા (પેલ્વિક પેઈન)થી પીડાઈ રહી હતી. પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી. પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડાં અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયેલ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું. એક મહિના બાદ પીડા યથાવત રહેતાં…