ગુજરાત, ફેબ્રુઆરી 2026: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર OTT પ્લેટફોર્મ JOJO દ્વારા ફેબ્રુઆરી 2026 ના મહિનાને “મન્થ ઓફ લવ” તરીકે સેલિબ્રેટ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ ખાસ કેમ્પેઈન અંતર્ગત પ્લેટફોર્મ પર ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મો અને વેબ સિરીઝનું એક ખાસ લાઇનઅપ રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોને હૃદયસ્પર્શી રોમાંસ, આઇકોનિક લેગસી કન્ટેન્ટ અને હાઇ-એનર્જી એક્શનનો અનોખો અનુભવ કરાવશે. રોમાન્સથી લઈને ડ્રામા સુધીના વિવિધ વિષયો સાથે દરેક પ્રેક્ષક માટે આ મહિનો મનોરંજનનું અલ્ટીમેટ ડેસ્ટિનેશન બની રહેશે.
આ પ્રસંગે JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરી એ પ્રેમ અને લાગણીઓનો મહિનો છે, અને JOJO પર અમારો પ્રયાસ હંમેશા પ્રેક્ષકોને તેમની માતૃભાષામાં શ્રેષ્ઠ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનો રહ્યો છે. ‘મન્થ ઓફ લવ’ દ્વારા અમે માત્ર નવી વાર્તાઓ જ નથી લાવ્યા, પરંતુ ‘બસ ચા સુધી’ જેવી દર્શકોની પસંદગીની વેબસિરીઝ અને ‘મિસરી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા ગુજરાતી ડિજિટલ મનોરંજનના સ્તરને વધુ ઊંચું લઈ જવાનો પ્રયાસ કર્યો છે. અમને ખાતરી છે કે આ ખાસ ક્યુરેટેડ લાઇનઅપ દરેક વયના પ્રેક્ષકોને પસંદ આવશે.”
આ ખાસ લાઇનઅપમાં મુખ્ય આકર્ષણ વર્ષ 2025 ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મિસરી’ છે, જે JOJO પર ફેબ્રુઆરી 2026 ની શરૂઆતમાં રિલીઝ થવા જઈ રહી છે. માનસી પારેખ, રોનક કામદાર, ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી અને હિતુ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ એક ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વચ્ચેની અણધારી પ્રેમકથા પર આધારિત છે. માનસી અને રોનકની જોડીને અગાઉ પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે, અને આ ફિલ્મનું મધુર સંગીત તેમજ ટીકુ તલસાણીયાની કોમેડી તેને એક સંપૂર્ણ ઇમોશનલ રોલર-કોસ્ટર રાઈડ બનાવે છે.
ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પ્રથમ વેબ સિરીઝ તરીકે જાણીતી ‘બસ ચા સુધી’ તેની છઠ્ઠી સીઝન સાથે ધમાકેદાર વાપસી કરી રહી છે. આ સીઝનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર આર.જે. પંકજ ઝીણા અને જાણીતી અભિનેત્રી પૂજા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત મૌલિક ચૌહાણ અને જૈની શાહ જેવા ઉભરતા કલાકારો પણ આ ફ્રેન્ચાઇઝીમાં જોડાશે. આ સિરીઝ બંસી અને માધવની સંવેદનશીલ પ્રેમકથાની સાથે સાથે લગ્નજીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરશે, જે ગુજરાતી સાહિત્ય અને ચાના શોખીનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે.
JOJO એપ પર નવી રિલીઝની સાથે સાથે રોમેન્ટિક ફિલ્મોનો વિશાળ ખજાનો પણ ઉપલબ્ધ છે, જેમાં ‘અજબ રાત ની ગજબ વાત’, ‘સૈયર મોરી રે’, ‘લકીરો’, ‘લવ ની ભવાઈ’, ‘ત્રિશા ઓન ધ રોક્સ’ અને ‘વેનીલા આઈસ્ક્રીમ’ જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘મન્થ ઓફ લવ’ ની પૂર્ણાહુતિ એક ભવ્ય એક્શન બ્લોકબસ્ટર સાથે કરવામાં આવશે. 26 ફેબ્રુઆરી 2026 ના રોજ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને શ્વેતા સેનની ફિલ્મ ‘વિક્રમ નં. 1’ રિલીઝ થશે, જે ખાસ કરીને વિક્રમ ઠાકોરના ચાહકો એક શાનદાર ભેટ તરીકે રજૂ કરવામાં આવી છે.
