યુકેના સાંસ્કૃતિક પ્રતિનિધિ રાજરાજેશ્વર ગુરુજીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા

અમદાવાદ: યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે કાર્યરત અને જાણીતા આધ્યાત્મિક ગુરુ માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. તેમણે શહેરના ઐતિહાસિક અને નગરદેવી તરીકે પૂજાતા શ્રી ભદ્રકાળી માતા મંદિરે શિશ નમાવી આશીર્વાદ લીધા હતા.

ગુરુજીએ માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને સૌની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રી રાજરાજેશ્વર ગુરુજી લાંબા સમયથી વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *