Ajit Pawar Death : અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે, બારામતીમાં સ્મારક બનશે

સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ આઘાતજનક ઘટનાના સમાચાર મળતાં જ રાજ્યભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Maharashtra Plane Crash : ઉડાન પછી થોડી જ મિનિટોમાં દુર્ઘટના

પ્રાપ્ત માહિતી મુજબ, અજિત પવારે બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈ એરપોર્ટ પરથી વિમાન દ્વારા ઉડાન ભરી હતી. બારામતી પહોંચતા પહેલા લગભગ 20 કિલોમીટર દૂર સવારે 8:46 વાગ્યે વિમાન ક્રેશ થયું. આ અકસ્માત બારામતી નજીક આવેલા ગોજુબાવી ગામ પાસે થયો, જ્યાં વિમાન જમીન પર પડતાં જ બે ભાગમાં તૂટી ગયું અને તેમાં ભયંકર આગ લાગી ગઈ.

આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આગ એટલી વિકરાળ હતી કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.

કાંડા પરની ઘડિયાળથી થઈ અજિત પવારની ઓળખ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયેલી હાલતમાં હતા. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા પરની ઘડિયાળના આધારે કરવામાં આવી હતી. ઘટનાસ્થળે વિમાનનો કાટમાળ અને કેટલાક મહત્વના દસ્તાવેજો વિખરાયેલા મળી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવાની કામગીરી લાંબા સમય સુધી ચાલી હતી.

જાહેર સભા માટે જવાના હતા અજિત પવાર

ઉલ્લેખનીય છે કે અજિત પવાર આજે બારામતીમાં જિલ્લા પરિષદની ચૂંટણીને લઈ યોજાનારી જાહેર સભાને સંબોધવાના હતા. રાજ્યમાં જિલ્લા પરિષદની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે. એક કરૂણ વિડંબના એ છે કે અજિત પવારના પક્ષનું ચૂંટણી ચિહ્ન ‘ઘડિયાળ’ છે, અને તેમની ઓળખ પણ અંતે કાંડા પરની ઘડિયાળથી જ થઈ.

સરકારી સૂત્રો મુજબ, અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે બારામતીમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. ઉપરાંત, તેમના સ્મરણાર્થે બારામતીમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *