ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ ‘બ્લેક બર્થડે’નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ-વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ રિલીઝ થઈ રહી છે.
ટ્રેલર લિંક- https://youtu.be/f6g6FdmD9NA?si=5sEANxCA7-fkjGY3
ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે ‘બ્લેક બર્થડે’ એ એક એવી રહસ્યમયી વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં આર્જવ ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે. સ્ટુડિયો અર્વા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ એક તદ્દન અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ પૂરો પાડવા માટે તૈયાર છે.
આ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે. ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે. પ્રેમ, ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી ‘બ્લેક બર્થડે’ ગુજરાતી સિનેમામાં એક નવી જ ઉંચાઈ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો હતો. સ્ટુડિયો અર્વા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે દર્શકોને સીટ પર જકડી રાખશે તેવો દાવો કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદની મીડિયા સાથેની વાતચીતમાં કલાકારોએ ફિલ્મના શૂટિંગના અનુભવો શેર કર્યા હતા અને 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
