વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
મુંબઈ: જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતા, વિશ્વાસના અભાવ અને…
