‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ: સિતારા અને ફિલ્મ ‘લાલો’ના મેકર્સે ગુજરાત ફિલ્મ સિટીને વિકસાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો
અમદાવાદ, ડિસેમ્બર, 2025- મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ ‘સિતારા’ (Citara) દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ ના મેકર્સનું એક વિશેષ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે, “જામખંભાળિયા સહિતના…
