ડેલ્હીવરીએ અમદાવાદમાં પાર્ટનર અને ગ્રોથ સમિટનું આયોજન કર્યું

ભારતની સૌથી મોટી લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સર્વિસીઝ પ્રોવાઇડર ડેલ્હીવરી (Delhivery) એ તેની પ્રથમ ડેલ્હીવરી પાર્ટનર સમિટ (Partner Summit) અને ડેલ્હીવરી ગ્રોથ સમિટ (Growth Summit)નું સફળતાપૂર્વક સમાપન કર્યું. અમદાવાદમાં આયોજિત ડ્યુઅલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગસાહસિકો, મેનપાવર અને ફ્લીટ વેન્ડર્સ, કી ડિસિઝન મેકર્સ અને મોટી કંપનીઓ, SME અને D2C બ્રાન્ડ્સના વરિષ્ઠ અધિકારીઓ સહિત 300 થી વધુ સહભાગીઓ એકઠા થયા હતા.

ખાસ કરીને ગ્રાહકો (clients and customers) માટે તૈયાર કરાયેલ ડેલ્હીવરી ગ્રોથસમિટમાં, કંપનીએ બિઝનેસ એક્સપાન્સનને સક્ષમ કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્ય સંદેશ એ હતો કે ડેલ્હીવરી તેના ઉત્પાદનો અને સેવાઓ – જેમાં એક્સપ્રેસ પાર્સલ ડિલિવરી, સપ્લાય ચેઇન સેવાઓ અને અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મનો સમાવેશ થાય છે – દ્વારા ગ્રાહકોને તેમના વેચાણ ચેનલોને વધારવામાં, તેમના લોજિસ્ટિક્સ ખર્ચને શ્રેષ્ઠ (optimize) બનાવવામાં અને દેશભરમાં ગ્રાહકોના ઓર્ડરને અસરકારક રીતે પૂરા કરવામાં કેવી રીતે મદદ કરશે. ગતિશીલ બજારમાં ગ્રાહકોની સફળતાને આગળ વધારવા માટે ડેલ્હીવરીના ઓપરેશનલ સ્કેલ અને ટેકનોલોજીકલ બેકબોનનો લાભ લેવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી.

સાથે જ, ડેલ્હીવરી  પાર્ટનર સમિટમાં ડેલ્હીવરીની ઇકોસિસ્ટમમાં વ્યૂહાત્મક સહયોગ અને પરસ્પર વૃદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં ભાગીદારો અને વિક્રેતાઓ માટે તેમનો મેનપાવ, વ્હિકલ ફ્લીટ્સ અને ઓપરેશનલ એક્સપર્ટીઝને ડેલ્હીવરીના વ્યાપક નેટવર્કમાં એકીકૃત કરીને કંપની સાથેના તેમના જોડાણને મજબૂત કરવાની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ધ્યાન એ દર્શાવવા પર હતું કે આ ભાગીદારી ડેલ્હીવરીની સેવા શ્રેષ્ઠતામાં કેવી રીતે સીધું યોગદાન આપે છે, જ્યારે વિક્રેતાઓને ભરોસાપાત્ર વૃદ્ધિના માર્ગો અને વ્યવસાયિક સ્થિરતા પણ પૂરી પાડે છે.

સમિટનો કેન્દ્રીય ઉદ્દેશ્ય સહભાગીઓને ડેલ્હીવરીના વ્યવસાય માળખા, તેની મુખ્ય ક્ષમતાઓ અને તેની વિવિધ સેવા લાઇનોમાં ઉપલબ્ધ વ્યાપક ઉકેલો (comprehensive range of solutions) પર એક સંકલિત અને એકીકૃત પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો હતો. બંને કાર્યક્રમોનું સફળ સમાપન એકીકૃત અને સહયોગી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ડેલ્હીવરીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મેળાવડાઓ ગ્રાહકની જરૂરિયાતોને ભાગીદારોની ક્ષમતાઓ સાથે જોડવા માટેના મંચ તરીકે સેવા આપે છે, જે સમગ્ર લોજિસ્ટિક્સ વેલ્યૂ ચેઇન (logistics value chain)માં સતત વિસ્તરણ અને વિકાસને ટેકો આપે છે.

ગુજરાતમાં 350+ ફેસીલિટીઝમાં હજારો કર્મચારીઓ સાથે, ડેલ્હીવરીએ આ પ્રદેશમાંથી લાખો શિપમેન્ટની અવરજવરને સુવિધાજનક બનાવી છે. તાજેતરમાં, માત્ર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં, કંપનીએ લગભગ રૂ. 2750 કરોડ મૂલ્યના 30.4 મિલિયન શિપમેન્ટ્સનું સંચાલન કર્યું હતું. ગુજરાતમાંથી ટોચની શ્રેણીઓ (top categories) છે: એપેરલ અને એસેસરીઝ, હોમ એન્ડ કિચન અને બ્યુટી પ્રોડક્ટ્સ.

ડેલ્હીવરી ભારતની સૌથી મોટી સંપૂર્ણ-સંકલિત લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાતા છે. 18850થી વધુ પિન કોડને આવરી લેતા તેના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સાથે, કંપની એક્સપ્રેસ પાર્સલ ટ્રાન્સપોર્ટેશન, PTL ફ્રેટ, TL ફ્રેટ, ક્રોસ-બોર્ડર, સપ્લાય ચેઇન અને ટેકનોલોજી સેવાઓ જેવી લોજિસ્ટિક્સ સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. ડેલ્હીવરીએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 4.0 બિલિયનથી વધુ શિપમેન્ટ્સ પૂરા કર્યા છે અને આજે 48 હજારથી વધુ ગ્રાહકો સાથે કામ કરે છે, જેમાં મોટા અને નાના ઈ-કોમર્સ સહભાગીઓ, SME અને અન્ય સાહસો અને બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. ડેલ્હીવરી વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને www.delhivery.com  ની મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *