ઝોડિયાક એનર્જીએ H1 FY26 માં ₹5.28 કરોડનો નફો કર્યો ; આવક ₹194.83 કરોડને પાર
રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની આવક સામે ₹2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે અર્ધવાર્ષિક ગાળામાં (H1 FY26) કુલ નફો ₹5.28 કરોડ રહ્યો છે. અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે….
