CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025: ગ્લોબલ કેમિકલ્સ વેલ્યૂ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવશે

અમદાવાદ / ગાંધીનગર : 12-14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત CII કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 ગ્લોબલ કેમિકલ્સ વેલ્યૂ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવે છે.

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સમર્થનથી, CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 (CPX 2025) નું આયોજન 12–14 નવેમ્બર 2025 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન સમારોહમાં અનેક મુખ્ય મહાનુભાવોની હાજરી રહી, જેમાં શ્રી આર મુકુંદન, પ્રેસિડેન્ટ ડેઝિગ્નેટ, સીઆઈઆઈ, ,ચેરમેન, સીઆઈઆઈ નેશનલ કમિટી ઓન કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ અને મેનેજિંગ ડિરેક્ટર, ટાટા કેમિકલ્સ લિમિટેડ; શ્રી રૂપાર્ક સારસ્વત, ચેરમેન, સીપીએક્સ 2025, અને સીઈઓ, ઈન્ડિયા ગ્લાયકોલ્સ લિમિટેડ; શ્રી પ્રેમરાજ કશ્યપ, ચેરમેન, સીઆઈઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને ફાઉન્ડરઅને મેનેજિંગ ડિરેક્ટર, કોનમેટ હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અંકુર સિંહ ચૌહાણ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સીઆઈઆઈનો સમાવેશ થાય છે.

શ્રી રૂપાર્ક સારસ્વતે આદરણીય વક્તાઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને ભાર મૂક્યો કે ભારત પાસે વોલ્યુમ-ડ્રિવન એક્સપોર્ટર બનવાથી આગળ વધીનેહાઈ- વેલ્યૂ, ટેકનોલોજી-ઈન્ટેન્સિવ કેમિકલ વેલ્યૂ ચેઇન્સમાં ભાગીદાર બનવાની તક છે. તેમણે વેપાર પુનઃસંકલન, ટેકનોલોજીકલ પરિવર્તન અને નિયમનકારી ઉત્ક્રાંતિ સાથે તેમના દ્રષ્ટિકોણને સંરેખિત કર્યો.

શ્રી આર મુકુંદને તેમના ચાર-મુદ્દાના સૂચનો રજૂ કર્યા, જેમ કે: વધતી માંગ દ્વારા સંચાલિત સ્પર્ધાત્મકતામાં વધારો; ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવા માટે પ્રતિભા અને કુશળતા; ઈન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ અપનાવવા માટે AI અને ડિજિટલાઇઝેશન; અને નિયમનકારી પાલનથી આગળ ગુણવત્તા, સલામતી અને સસ્ટેનેબિલિટી.

શ્રી જયંતી પટેલે ભાર મૂક્યો કે આપણે મર્યાદિત બજારો પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ અને પ્રાદેશિક તેમજ દ્વિપક્ષીય વેપારના અવસરોમાં અમારી ભાગીદારી વધારવી જોઈએ.

શ્રી પ્રેમરાજ કેશ્યપે તેમના સમાપન સંબોધનમાં ગુજરાતને યોગ્ય રીતે “ કેમિકલ અને પેટ્રોકેમિકલ ગેટવે ઓફ ઈન્ડિયા” તરીકે ઓળખાતું રાજ્ય ગણાવ્યું. તેમણે ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિશે વાત કરી જે સક્રિય, ગતિશીલ અને વૈશ્વિક સ્તરે પ્રભાવ પાડવા માટે તૈયાર છે. તેમણે તમામ પ્રતિનિધિઓને આગામી ત્રણ દિવસ દરમિયાન એક્સપોમાં મુલાકાત લેવાની પ્રેરણા આપી, જ્યાં કોન્ફરન્સમાં ચર્ચાયેલા વ્યૂહાત્મક વિચારોને હકીકતમાં અમલમાં લાવવામાં આવશે.

ઈનોગ્રેશન સેશન પછી ફોકસ્ડ કોન્ફરન્સ સેશન્સ યોજાયા, જેમાં વૈશ્વિક વેપાર પડકારોનો સામનો કરવો, AI  સાથે ભવિષ્ય માટે તૈયાર થવું, અને કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં ઉભરતા નિયમો  જેવા મુખ્ય વિષયો પર ચર્ચા થઈ.

મુખ્ય એક્ઝિબિટર્સમાં નીચેના ઉદ્યોગોનો સમાવેશ થાય છે:

•           રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)

•           ટાટા કેમિકલ્સ લિમિટેડ

•           ઓએનજીસી (ONGC)

•           આઈઆઈટી ગાંધીનગર

•           અડેજ ઑટોમેશન – સ્માર્ટ, સુરક્ષિત અને હરિત ઉદ્યોગ માટે ભારતનો અગ્રણી ગેસ એનાલિટિકલ સોલ્યુશન પ્રદાતા

•           દાઈ-ઇચી કરકારિયા – અસરકારકતા પહોંચાડવા માટે રસાયણશાસ્ત્રને સમજવું

•           મૈસુર એમોનિયા એન્ડ કેમિકલ્સ લિમિટેડ

•           દીપક નાઇટ્રાઈટ

•           એમર્સન

•           જી.એ.સી.એલ. – અનેક જરૂરિયાતોને સંતોષવા માટે આગેવાની લેતું સંસ્થાન

•           ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ (GNFC) લિમિટેડ

•           મોગ્લિક્સ

•           સર્વિલિંક સિસ્ટમ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *