અમદાવાદ : મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત મા નવરાત્રી કાર્યક્રમમાં લોકપ્રિય નેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની મીઠી અવાજમાં અદભૂત ગરબા ગાયા હતા. તેમના આ સુંદર ગાનથી ઉપસ્થિત શ્રોતાઓ અને ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે જાણીતા જિગ્નેશ કવિરાજે પણ પોતાના અનોખા સ્વરમાં ગરબાના સંગીતથી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો. તેમના સંગીત સાથે પુરુષોત્તમ રૂપાલાના ગાનનો સમન્વય ખેલૈયાઓ માટે યાદગાર બની રહ્યો.

આ પ્રસંગે કાર્યક્રમના આયોજક મા ઇવેન્ટ મેનેજમેન્ટના શ્રી જયદિપસિંહ ગોહિલ (જે.ડી) એ જણાવ્યું હતું કે, “અમે શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબના ખૂબ જ આભારી છીએ. તેમના આગમન અને ગરબાએ સમગ્ર કાર્યક્રમને એક નવી ઊંચાઈ આપી છે.”
આયોજક હરિ ઓમ કન્સલ્ટન્સીએ વધુમાં ઉમેર્યું કે, માં નવરાત્રીનું આયોજન દર વર્ષે મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અનોખા ગરબા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં સંગીત, સંસ્કૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.