ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઈલ અને ટેક રિટેલ ચેઇન, પુજારા ટેલિકોમે પોતાના પશ્ચિમ ભારતના સૌથી મોટા ફ્લેગશિપ સ્ટોરનું પ્રહલાદનગર, અમદાવાદ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રીમિયમ અનુભવ સ્ટોરમાં ગ્રાહકોને મોબાઇલ ફોન, નવીનતમ ગેજેટ્સ, હોમ એપ્લાયન્સીસ અને લાઇફસ્ટાઇલ સોલ્યુશન્સ – બધું એક જ છત નીચે ઉપલબ્ધ મળી રહેશે.
આ સ્ટોર છે લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજીનું સંપૂર્ણ હબ :
- સ્માર્ટફોન: Apple, Google, Samsung, OPPO, realme, OnePlus, Xiaomi (MI) અને અન્ય.
- કન્સ્યુમર એપ્લાયન્સીસ: LG, Samsung, Haier, Lloyd, Godrej, Philips.
- ટેક & ગેજેટ્સ: JBL, Marshall, Harman Kardon, Dyson, Amazon, Google વગેરે.
અહીં ગ્રાહકો લાઈવ પ્રોડક્ટ ડેમો, વ્યક્તિગત માર્ગદર્શન અને વિશેષ ઑફર્સનો લાભ લઈ શકે છે.
19 સપ્ટેમ્બર 2025ના ભવ્ય લોન્ચિંગ પ્રસંગે ભારે જનમેદની ઉમટી આવી હતી અને Apple iPhone 17ના તમામ વેરિઅન્ટ્સનું રેકોર્ડ બ્રેકિંગ ફર્સ્ટ-ડે સેલ્સ નોંધાયા.
આ પ્રસંગે પુજારા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી યોગેશ પુજારાએ જણાવ્યું: “છેલ્લા 30 વર્ષથી અમારા માટે સૌથી મોટી શક્તિ અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને ભરોસો છે. હંમેશાં આ સપનું હતું કે અમારા ગ્રાહકો એક જ છત નીચે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો અનુભવ કરી શકે. આજે આ ફ્લેગશિપ સ્ટોર સાથે એ સપનું સાકાર થયું છે. આ સ્ટોર અમારા કરોડો ગ્રાહકોને સમર્પિત છે.” આ સાથે તેમણે તમામ ગ્રાહકો, ટ્રેડ પાર્ટનર્સ અને અગ્રણી બ્રાન્ડ્સનો આભાર માન્યો.
અમદાવાદમાં 50+ સ્ટોર અને પશ્ચિમ ભારતમાં 500+ સ્ટોર (ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન) સાથે, પુજારા ટેલિકોમ હવે મધ્યપ્રદેશ અને કર્ણાટક તરફ વિસ્તરણ કરી રહ્યું છે.
પ્રહલાદનગર, અમદાવાદનો ફ્લેગશિપ સ્ટોર માત્ર સ્ટોર નથી – એ પુજારા ટેલીકોમના 30થી વધુ વર્ષોની સફરનો વિશ્વાસ, ટેકનોલોજી અને ગ્રાહકભરોસાનો ઉત્સવ છે.
