ક્યારેક સ્ક્રીન પર સૌથી યાદગાર ક્ષણો એવી બની જતી હોય છે, જેનું સંપૂર્ણપણે આયોજન કરવામાં નથી આવતું અને કુમકુમ ભાગ્યનું આગામી રેઇન ડાન્સ સિકવન્સ તેનું અદ્દભુત ઉદાહરણ છે. જ્યારે રેઇન ડાન્સ પહેલાથી જ વાર્તાનો ભાગ હતો, ત્યારે શૂટિંગ દરમિયાન મુંબઈ થયેલા અણધાર્યા વરસાદે તેને વધુ ખાસ બનાવ્યું છે. ટીમે વરસાદને આવકાર્યો તથા આ ક્ષણને એક જાદુઈ તથા સ્ક્રિપ્ટ વગર તેમાં ઉમેરવામાં આવ્યું. કુદરતી વરસાદનું દ્રશ્ય મૂડ સાથે સુંદર રીતે ભળી ગયો, તેને વધુ પ્રામાણિક, રોમેન્ટિક તથા સિનેમેટિક અનુભવ કરાવ્યો છે, જે કોઇ સ્પેશિયલ ઇફેક્ટથી પણ શક્ય ન હતું. આગળ શું થશે જાણવા માટે જોતા રહો, ‘કુમકુમ ભાગ્ય’ દરરોજ રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર!
જો કે, આ દ્રશ્યનું શૂટિંગ સરળ ન હતું. પ્રણાલી તથા નામિકને ઠંડા વરસદામાં અનેક ટેક આપવા પડ્યા હતા તથા આ બંનેનું એક સાથે સર્વપ્રથમ રોમાન્ટિક દ્રશ્ય હતું, તેથી તેમના પર દબાણ હતું! આ દ્રશ્યને શૂટ કરવામાં 3થી 4 કલાક લાગ્યા, તો બંને કલાકારોની સંપૂર્ણ શારીરિક શક્તિનો ઉપયોગ થઈ ગયો હતો. પરંતુ તેમની કેમિસ્ટ્રી ચમકી ઉઠી અને પડદા પાછળ ક્રુ સહિતની સમગ્ર ટીમે પડકારજનક શૂટિંગની સરળતાથી પૂર્ણ કરવા માટે સુમેળભર્યું કામ કર્યું. સલામતીના પગલા તથા ક્ષણને વધુ જોરદાર બનાવવા ટે સહિયારા જુસ્સાથી કામ કર્યું હતું, તેથી જ જે અવરોધ હતું તે જ શું મુખ્ય આકર્ષણ બની ગયું.
હેન્ડસમ નમિક પોલ કહે છે, “રેઇન ડાન્સ હંમેશા અમારા આયોજનનો ભાગ હતો, પરંતુ તેને ખરેખર ખાસ બનાવ્યું, મુંબઈના ખરેખર વરસાદે, જ્યારે તે અમારી સાથે જોડાયો! તે અપેક્ષિત ન હતો, પરંતુ એટલો સમયસર હતો, તેથી જ તેને મૂડ સારો કર્યો અને આખા દ્રશ્યને વધુ જીવંત બનાવ્યું. અમે 3-4 કલાક ભીના હોવા છતા, મને શૂટિંગમાં ખરેખર ખૂબ જ મજા આવી. મને હંમેશા ડાન્સ કરવું ગમે છે અને આવા નાટકિય, વરસાદથી ભીંજાયેલા સેટઅપમાં તે એક અલગ જ મજા છે. દરેક ફ્રેમને અદ્દભુત બનાવવા બદલ ક્રુ અને ખાસ તો, કેમેરા ટીમનો ખૂબ-ખૂબ આભાર. વ્યક્તિગત રીતે તો, મને અણધારી પરિસ્થિતિઓમાં શૂટિંગ કરવાની મજા આવે છે. તે વસ્તુઓને રોમાંચક રાખે છે અને એક અભિનેતા તરીકે વિકાસ કરવામાં મદદ કર છે.”
સુંદર પ્રણાલી રાઠોડે કહ્યું, “પ્રોડક્શન ટીમ, ડિરેક્શન ટીમ તથા ક્રિએટિવ ટીમ દ્વારા આ વરસાદી દ્રશ્યનું ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ ખાતરી કરીને બધું જ સુંદરતાપૂર્વક એકિકૃત કર્યું. તેનું શૂટિંગ થોડું અઘરું હતું, પણ થોડા કલાકો સુધી વરસાદમાં ઉભા રહવાથી અમારી સહનશક્તિની પણ કસોટી થઈ, પરંતુ તે સંપૂર્ણપણે યોગ્ય હતું. આ દ્રશ્ય હાલના શોના વર્ણવમાં ખૂબ જ સુંદર રીતે ભળી ગયું અને મને પણ ચોમાસું ખૂબ જ ગમતું હોવાથી આ ક્ષણ તથા દ્રશ્યોને સ્ક્રીન પર જીવંત કરવાનો ખરેખર આનંદ આવ્યો.”
પ્રણાલી રાઠોડ તથા નામિક પૌલએ વરસાદી દ્રશ્ય દરમિયાન પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, પરંતુ ચાહકોમાં હવે ઉત્સુક્તા ચરમસીમાએ છે, કારણકે તેઓ આ મહત્વપૂર્ણ ક્ષણ આગળની વાર્તાને કેવી રીતે આકાર આપશે, તેની ખૂબ જ આતુરતા છે. પ્રતિભાશાળી કલાકારો તથા ક્રુના સભ્યો દ્વારા આવા આકર્ષક પ્રદર્શન અને દ્રશ્યો રજૂ કરવામાં આવતા આગામી એપિસોડ અદ્દભુત તથા ભાવનાત્મક બની રહેશે તેની શક્યતા છે.