બિઝનેસ ઓપરેશનમાં એઆઈ ટુલ્સ અને બિઝનેસ એનાલિસ્ટની ભૂમિકાના એકીકરણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

ઉન્નતિ અનલિમિટેડ અને આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશને તેમના CBL (ચેમ્પિયન બિઝનેસ લીડર) બેચ માટે એક પાવરફુલ ઇન-પર્સન સેશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં વેલનેસ સર્વિસ, મેલામાઇન મેન્યુફેક્ચરિંગ, એપેરલ મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, કેમિકલ પ્રોડક્શનઅને હાર્ડવેર રિટેલ સહિતના ક્ષેત્રોના 8 વિવિધ વ્યવસાયો સામેલ હતા.

નિષ્ણાત ફેસિલિટેટર અનિલ ગુપ્તા અને નીરુ ગુપ્તાના નેતૃત્વમાં, આ સેશન ટીમ-આધારિત પ્રવૃત્તિઓ, ડીપ પ્રોસેસ રિવ્યૂઝ અને વાસ્તવિક દુનિયાના વ્યવસાયિક પ્રતિબિંબ દ્વારા ક્રોસ-લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગસાહસિકોએ ઉત્પાદન આયોજન, મેડ-ટુ-સ્ટોક (MTS) મોડેલ અને  હ્યુમન રિસોર્ટ મેનેજમેન્ટ અંગે  મૂલ્યવાન સમજ મેળવી.

અનિલ ગુપ્તા અને નીરુ ગુપ્તા એ જણાવ્યું હતું કે, “વ્યવસાય એ માત્ર નફો નહીં, પણ દૃષ્ટિ અને દિશાનો સંગમ છે. CBL સેશન એ સમજાવે છે કે ડેટા અને લીડરશીપ સાથે વ્યવસાય કેવી રીતે સ્ટ્રક્ચર્ડ અને અર્થપૂર્ણ બની શકે. જ્યાં વિચાર છે, ત્યાં વિકાસ છે – અને ત્યાંથી શરુ થાય છે સાચી ઉન્નતિ.”

બિઝનેસ ઓપરેશન્સમાં AI ટૂલ્સ અને બિઝનેસ એનાલિસ્ટની ભૂમિકાઓના એકીકરણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ શોધ્યું કે બિઝનેસ એનાલિસ્ટની ભરતી કરવાથી પ્રક્રિયામાં સ્પષ્ટતા કેવી રીતે આવી શકે છે, ડેટા-આધારિત નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે અને વિભાગોમાં કામગીરી કેવી રીતે વેગ આપી શકાય છે.

સિસ્ટમો અને વ્યૂહરચનાઓ ઉપરાંત, આ સેશન એ પોઝિટિવ લીડરશીપ માઈન્ડસેટને પ્રેરણા આપી, જેનાથી સહભાગીઓને વ્યવસાય શ્રેણીઓમાં માળખાગત પ્રક્રિયાઓના મૂલ્યની પ્રશંસા કરવામાં અને કેવી રીતે સારી રીતે સંચાલિત વ્યવસાય ફક્ત માલિકને જ નહીં પરંતુ ટીમ, ગ્રાહકો, વિક્રેતાઓ અને વ્યાપક સમુદાયને પણ લાભ આપે છે તે ઓળખવામાં સક્ષમ બનાવ્યા.

આ CBL સેશન એ ઉન્નતિ અનલિમિટેડ  અને આઈ કેન આઈ વીલના મિશનને પુનઃપુષ્ટિ આપી કે ઉદ્યોગસાહસિકોને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે સ્કેલેબલ, પર્પઝ ડ્રિવન અને સિસ્ટમ-ઓરિએન્ટેડ બિઝનેસ બનાવવા માટે સશક્ત બનાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *