અમદાવાદ : આધ્યાત્મિક જ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક વિશિષ્ટ પ્રકાશન રૂપે પુસ્તક “મહાવિદ્યા યંત્રમ” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક પ્રખ્યાત તંત્રવાસ્તુ જાણકાર શ્રી સંતોષ ગુરુ દ્વારા લખાયું છે અને મહાવિદ્યા ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થયું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ પ્રસિદ્ધ ટેરોકાર્ડ રીડર પૂનમ ખન્ના ના જન્મદિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો અને આ પુસ્તક તેમને અર્પણ કરાયું છે. આ પ્રસંગે જયેશ ઘડિયાળી (પેન્ટોગ્રાફી પેજ ડિઝાઈનર), નિખિલ પટેલ (બુક ટાઇપ), તેજસ પટેલ (રુદ્ર પબ્લિકેશન), રાજેશ હિંગુ (સેતુ મીડિયા), રાહુલ શ્રીવાસ્તવ (369 મીડિયા) સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકમાં યંત્રશાસ્ત્ર અને તંત્રવિજ્ઞાનને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી અને વૈજ્ઞાનિક સમજણથી રજૂ કરવામાં આવ્યું છે. શ્રી સંતોષ ગુરુના જણાવ્યા અનુસાર, “ઘણાં યંત્રો બજારમાં ઉપલબ્ધ છે પણ તે કોઈ સિદ્ધ કરેલા હોય એવું જોવા મળતું નથી. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેમાં યંત્રો જાતે બનાવી, તેને સિદ્ધ કરીને વ્યક્તિ પોતાની ઉન્નતિ અને વિકાસ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે સમજાવવામાં આવ્યું છે.”
“મહાવિદ્યા યંત્રમ” માં ન્યૂમરોલોજી યંત્રો, શ્રીવિદ્યા યંત્રો, સૌંદર્યવિદ્યા યંત્રો, કામાખ્યા યંત્રો સહિત અનેક ગુરુમુખે મળેલા યંત્રોનો સમાવેશ કરાયો છે. દરેક યંત્ર વિષે માહિતી ઉપરાંત તેનો ઉપયોગ અને તાત્વિક અર્થ સરળ ભાષામાં સમજાવાયો છે.
આ વિશિષ્ટ દિવસે વિમોચન કરવાની પાછળનું કારણ પણ ભાવપૂર્ણ હતું. શ્રી સંતોષ ગુરુએ જણાવ્યું કે, “જે વ્યક્તિને આ પુસ્તક અર્પિત કરવાનું હતું તેમનો આજે જન્મદિવસ છે, એથી આજનો દિવસ ખાસ પસંદ કરાયો છે.”
પુસ્તકનું કવર ડિઝાઇન મિરાગ્રાફી દ્વારા તૈયાર કરાયું છે અને ટાઈપસેટિંગનું કાર્ય નેવિટ્રોન ગ્રાફિક્સ દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તક રુદ્ર પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત થયું છે અને તેની કિંમત રૂ. 700 નિર્ધારિત કરાઈ છે.
આ વિમોચન પ્રસંગે શ્રી સંતોષ ગુરુએ વધુમાં જણાવ્યું કે, “આ પુસ્તક માત્ર વાંચન પૂરતું નથી, પણ આત્મિક શોધમાં રહેલા દરેક માટે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરશે. જીવનમાં આવી પડતી અનેક સમસ્યાઓ માટે યંત્રશાસ્ત્ર એક અસરકારક ઉપાય આપી શકે છે.”
આ પુસ્તક માટે રસ ધરાવતા વાચકો મહાવિદ્યા ફાઉન્ડેશનના કાર્યાલય, રુદ્ર પબ્લિકેશન અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરી શકે છે.
અંતે, “મહાવિદ્યા યંત્રમ” એક સાધારણ પુસ્તક નથી, પણ આધ્યાત્મિક શોધક અને સાધકો માટે પ્રેરણારૂપ સાહિત્યસ્રોત છે, જે તંત્રવિજ્ઞાનને આધુનિક દૃષ્ટિકોણથી સમજાવતું અને વ્યવહારિક જીવનમાં ઉપયોગી બને તે રીતે તૈયાર કરાયું છે.