ગુજરાત નેશનલ લૉ યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ – ગુજરાત ચેપ્ટર અને પેનલ ડિસ્કશન યોજાયું

ગુજરાતના કલ્ચર અને ઇકોનોમિક સ્ટ્રેન્થને વૈશ્વિક મંચ પર લઈ જવા માટેચર્ચા- વિચારણા કરતી ખાસ પરિષદ યોજાઈ

ગાંધીનગર : ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સીટી ખાતે “લેવરેજિંગ જીઆઇ ફોર ઈકોનોમિક ગ્રોથ, કલ્ચર પ્રિઝર્વેશન અને ગ્લોબલ રિકોગ્નીશન” પર પરિસંવાદ યોજાયો હતો અને સાથે જ જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ – ગુજરાત ચેપ્ટરનું પણ આયોજન કરાયું હતું.

IPETHICON એજ્યુકેશનલ એકેડેમી (IPTSE) અને GNLU દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમનો ઉદેશ્ય ગુજરાતના પરંપરાગત ઉત્પાદન ઇકોસિસ્ટમને વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને પ્રાદેશિક શ્રેષ્ઠતા માટે વૈશ્વિક માન્યતા મેળવવામાં ભૌગોલિક સંકેતો (GI) ની મહત્વપૂર્ણ ભૂમિકા પર જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પુર્વી પંડ્યા (ડિરેક્ટર, IPTSE) એ સંબોધન આપ્યું. પ્રો. (ડૉ.) એસ. શાંતકુમાર (ડિરેક્ટર, GNLU) દ્વારા ખાસ વેલકમ એડ્રેસ આપવામાં આવ્યું અને ડૉ. સુનિલ શુક્લ (ડિરેક્ટર જનરલ , એન્ટ્રેપ્રિનિયોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ)) એ ખાસ વ્યક્તવ્ય આપ્યું. પ્રોફેસર ડૉ. ઉન્નત પંડિત,  કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સ (CGPTDM), ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ મુખ્ય મહેમાન તરીકે ઓનલાઈન જોડાયા હતા. ડૉ. નિધી બૂચ (એસોસિયેટ પ્રોફેસર, GNLU)  એ ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું.

આ કાર્યક્રમના એક મહત્વપૂર્ણ ભાગ રૂપે “GI Excellence Awards – Gujarat Chapter” અંતર્ગત ગુજરાતના વિવિધ પરંપરાગત અને GI-સન્માનિત ઉત્પાદકોને પ્રમાણપત્ર અને સન્માનથી નવાજવામાં આવ્યા. આ એવોર્ડ્સનો હેતુ ગુજરાતના કારીગરો, ખેડૂત સંગઠનો અને વલણશીલ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો હતો, જેમણે ગુજરાતની વિશિષ્ટતા અને વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં યોગદાન આપ્યું છે.

 આ સાથે જ પેનલ ચર્ચા – ગુજરાતના અનોખા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં GI ની ભૂમિકા” પર પેનલ ડિસ્કશન યોજાયું. આ ડિસ્કશનમાં ગુજરાતની સફળ જીઆઈ- રજીસ્ટર્ડ પ્રોડક્ટ્સની સ્ટોરીઝ, માર્કેટિંગ અને પ્રોટેક્ટિંગ જીઆઈ પ્રોડક્ટ્સની ચેલેન્જીસ,  ટેકનોલોજી અને ટ્રેસેબિલિટીની ભૂમિકા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.  હેતવી ત્રિવેદી (કન્સલ્ટન્ટ WIPO, જીનીવા); ડૉ. ડી.કે. વરુ (પ્રિન્સિપાલ અને ડીન, કોલેજ ઓફ હોર્ટીકલ્ચર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી);  ડૉ. સી.એમ. મુરલીધરન (ફોર્મર ડાયરેક્ટર ઓફ રિસર્ચ & ડીન પી જી સ્ટડીઝ, સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી) અને ડો. કપિલ મોહન શર્મા (આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ, ડેટ પામ રિસર્ચ સ્ટેશન, મુન્દ્રા) વગેરે પ્રમુખ વક્તાઓ હતા.

આ કાર્યક્રમના એક મહત્વપૂર્ણ ભાગરૂપે “GI Excellence Awards – Gujarat Chapter” અંતર્ગત ગુજરાતના વિવિધ પરંપરાગત અને GI-સન્માનિત ઉત્પાદકો તેમજ કારીગરોને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમ્યાન IPTSE અને K&S Partners દ્વારા Geographical Indications પર આધારિત વિશિષ્ટ Knowledge Report નું વિમોચન પણ કરવામાં આવ્યું. આ સાથે જ “GI Knowledge Series” અંતર્ગત યોજાયેલી બંને પેનલ ચર્ચાઓમાં ગુજરાતના GI રજીસ્ટર ઉત્પાદનોની સફળતા, માર્કેટિંગમાં પડકારો, ટેકનોલોજી, ટ્રેસેબિલિટી અને નીતિ આધારિત નાણાકીય સશક્તિકરણ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. આ સમગ્ર કાર્યક્રમ GUJCOST, Department of Science & Technology, APEDA, EDII અને SIDBI જેવા અગ્રણી સંસ્થાઓના સહયોગ તથા Ericsson ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકેના સહભાગિત્યથી વધુ ઉંચા સ્તરે પહોંચી શક્યો. આવા કાર્યક્રમો ગુજરાતના GI ઇકોસિસ્ટમને વૈશ્વિક દરજ્જો અપાવવાના દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે અને રાજ્યને હસ્તકલા, કૃષિ અને કારીગર આધારિત ઉદ્યોગોમાં નવી ઉર્જા આપે છે.

GI નીતિ દ્વારા વૈશ્વિક બજારો માટે GIનો લાભ ઉઠાવવો, MSME કારીગરોને રક્ષણ અને નાણાકીય સશક્તિકરણ વિષય પર પણ પેનલ ડિસ્કશન યોજાયું, જેમાં હાલની નીતિઓ અને અમલની પડકારો, સરકારી અને કાનૂની સહકાર, ખેડૂતો, આર્ટિસન્સ અને ઉત્પાદકોને ફાઇનાન્શિયલ એમ્પાવર્મેન્ટ અને ફેર બેનિફિટ આપવું વગેરે બાબતો પાર ચર્ચા કરાઈ. આ સેશનમાં મટેઓ ગ્રાન્યાનિ, લીગલ ઓફિસર, લિસ્બન રજિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ફોર ટ્રેડમાર્ક્સ, ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ એન્ડ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ, બ્રાન્ડ્સ એન્ડ ડિઝાઇન્સ સેક્ટર, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO); પ્રોફેસર ર્ડા શ્રી પ્રબુધા ગાંગુલી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વિઝન-ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (વિઝન-IPR), મુંબઈ; શ્રી નરેશ બબુતા, જનરલ મેનેજર, સ્મોલ ઇન્ડસ્ટ્રિઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI), અમદાવાદ; અને શ્રીમતી મલ્યશ્રી, શ્રીધરન, એસોસિયેટ પાર્ટનર, લેક્સઓર્બિસ વગેરે લોકોએ ભાગ લીધો.

આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે જ્ઞાનવિનિમય થયું. ભારતના જીઆઈ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને ગુજરાતના આગવા હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવા દિશામાં આ પરિષદ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આવા મંચો ભારતના પરંપરાગત વારસાને ન્યૂનતમ કાયદાકીય સુરક્ષા અને મહત્ત્વ આપવાની દિશામાં અનિવાર્ય બની રહ્યા છે અને ગુજરાત આમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *