Gujarat -૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો ત્યારથી આતુરતાથી આ ફિલ્મની રાહ માં છે.
પોસ્ટર માં દર્શાવવામાં અનુસાર, ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે. પોસ્ટરમાં બે સ્ત્રીઓ દર્શાવેલ છે — એક પાછળ ઉભેલી છે જેના પાત્ર માં શ્રદ્ધા ડાંગર છે અને બીજી આગળ બેઠેલી જેના પાત્ર માં માનસી પારેખ છે. પાછળ ઉભેલી સ્ત્રીના બહુવિધ હાથો બતાવવામાં આવ્યા છે, જેમ કે દેવીના રૂપમાં, અને દરેક હાથમાં ઘરગથ્થુ સાધનો છે જેમ કે તવા, ઇસ્ત્રી, કપ, વાસણ, ઝાડૂ, વગેરે. આ બધું એક માતા અથવા સ્ત્રીના અનેક ભૂમિકાઓ દર્શાવે છે — જેમ કે ઘર સંભાળવું, ખોરાક બનાવવો, સાફસફાઈ કરવી, ઓફિસ કામ વગેરે. આગળ બેઠેલી સ્ત્રી લેપટોપ સાથે કામ કરી રહી છે, જે દર્શાવે છે કે આજકાલની મહિલાઓ કેવી રીતે ઘર અને કામ વચ્ચે સંતુલન બરાબર સંભાળી રહી છે.
ટાઈટલ “મહારાણી” ખૂબ રંગીન અને આકર્ષક ફોન્ટમાં લખાયેલું છે અને તેની ઉપર એક મુગટ (મહારાણીનો તાજ) પણ છે. આ પોસ્ટર પર થી સાફ દેખાય છે કે ફિલ્મ હાસ્ય અને વાસ્તવિકતા સાથે સંબંધિત છે અને મહિલા સશક્તિકરણના વિષયને સ્પર્શે છે.
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
મહારાણી એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેના ઘરની સહાયક વચ્ચેના સંબંધને રસપ્રદ રીતે દર્શાવે છે. આ ફિલ્મ એક સોફ્ટ કોમેડી છે. જે એક ઘરની સહાયક ની વાર્તા છે જેને ઘરની “રાણી” ની તુલનામાં ગણવા મા આવે છે. આ ફિલ્મ સહ-નિર્ભરતા અને રોજિંદા જીવનમાં થતું સહજ હાસ્ય થી ભરેલી છે જે ખૂબ ઓછી ફિલ્મો માં દર્શાવેલ છે.
મહારાણીમાં માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા બધા કલાકારો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ખૂબ જ સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. વાર્તા રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે.