અંતરિક્ષમાં સાથીઓેને હલવો ખવડાવ્યો કે નહીં? : PM મોદીનો શુભાંશુ સાથે સંવાદ

એજન્સી, નવી દિલ્હી

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા નામમાં પણ શુભ છે, તમારી યાત્રા નવા યુગનો શુભારંભ પણ છે. વાતચીત આપણે બંને કરી રહ્યા છીએ, પરંતુ મારા અવાજમાં તમામ ભારતીયોનો ઉત્સાહ અને ઉમંગ પણ છે. અંતરિક્ષમાં ભારતનો ધ્વજ લહેરાવવા માટે તમને શુભકામના પાઠવું છું.

પીએમ મોદીએ એમ પણ પૂછ્યું કે ત્યાં બધુ કુશળ મંગળ છે ને, તમારી તબિયત બરાબર છે? તેના જવાબમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે ભારતીયોની શુભકામનાઓથી હું અહીં બરાબર છું. જ્યારે નાનો હતો તો ક્યારે વિચાર્યું ન હતું કે ક્યારેય પણ અંતરિક્ષમાં જઈશ. આજે તમારા(પીએમ મોદીના) નેતૃત્વમાં આજનું ભારત સપનાઓને સાકાર કરવાનો અવસર આપે છે. તેનું પરિણામ છે કે હું દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું.

પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને પૂછ્યું કે તમે જો ગાજર હલવો, મગ દાળનો હલવો, કેરીનો રસ લઈને ગયા છો, એ તમારા સાથીઓને ખવડાવ્યા કે નહીં? તેના પર શુભાંશુએ કહ્યું કે બિલકુલ તમામ સાથીઓએ સ્વાદ લીધો.

શુભાંશુએ એમ પણ કહ્યું કે અંતરિક્ષમાંથી જોવા પર ભારતનો નજારો ખૂબ ભવ્ય લાગે છે, જેટલો નકશામાં દેખાય છે, તેનાથી વધુ ભવ્ય દેખાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે મારી આદત છે કે જ્યારે કોઈને મળું છું, હોમવર્ક આપું છું. શુભાશુંને પીએમ મોદીએ કહ્યું કે તમારું હોમવર્ક એ છે કે તમારો અનુભવ મળી રહ્યો છે, તેનાથી આપણને ગગનયાનને આગળ વધારવાનું છે, ચંદ્ર પર લેન્ડિંગ કરાવવાનું છે.

તેના જવાબમાં શુભાંશુએ કહ્યું કે અહીં મને જે અનુભવ મળી રહ્યો છે, એ ખૂબ કિંમતી છે. જ્યારે હું પરત આવીશ, તો ચોક્કસ જ ગગનયાન સહિત અન્ય મિશનોને આગળ વધારવા માટે કામ કરીશ. શુભાંશુએ એમ પણ કહ્યું કે ગગનયાનને લઈને સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત અંતરિક્ષ યાત્રીઓમાં પણ ઉત્સાહ છે. મને આનંદ થયો, જ્યારે તેમણે મને પૂછ્યું કે આપણે ક્યારે ગગનયાન પર જઈ શકીએ છીએ.

પીએમ મોદીએ શુભાંશુને કહ્યું કે અમને સૌ તમે પરત ફરો તેની રાહ જોઈ રહ્યા છીએ. તમારું ધ્યાન રાખજો, મા ભારતીનું સન્માન વધતુ રહેવું જોઈએ. તમારી સાથે 140 કરોડ ભારતીયોની શુભકામનાઓ છે. પીએમ મોદીએ ‘ભારત માતા કી જય’ સાથે વાતચીતનું સમાપન કર્યું હતું. શુભાશુએ પણ જવાબમાં ‘ભારત માતા કી જય’ 

કહ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *