ગાંધીનગર,2025 :- શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા ટોપ 100માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જેઈઈ એડવાન્સ્ડ 2025નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાહના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા 2025 થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી. વિજય યાત્રા એ જેઈઈ એડવાન્સ્ડનાં પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે.
પીડબ્લ્યુના ઉચ્ચ સિદ્ધહસ્તોમાં માજીદ હુસૈન (એર 3), મોહિત અગ્રવાલ (એર 12), ઋષભ ઐયર (એર 48) અને શિવેન તોશનીવાલ (એર 58)નો સમાવેશ થાય છે. આ સિદ્ધિ પીડબ્લ્યુ એપ થકી ઓનલાઈન કોર્સ અને ઓફફલાઈન ટેક- અભિમુખ પીડબ્લ્યુ વિદ્યાપીઠ સેન્ટરો અને પીડબ્લ્યુના બોથરા ક્લાસીસ થકી તેમની વ્યક્તિગત અગ્રતાઓ અને શીખવાની શૈલીને આધારે ઉત્કૃષ્ટતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓ સાથે પીડબ્લ્યુની શૈક્ષણિક પ્રણાલીની સાનુકૂળતા આલેખિત કરે છે.
“મને પરિણામોથી બેહદ ખુશી છે અને હું સંતુષ્ટ છું,” એમ સ્કોર્સ વિશે માજીદ હુસૈને જણાવ્યું હતું. “હું શાળામાં ભણ્યો પરંતુ સાંજે જાતે અભ્યાસ કરવા માટે સમય આપ્યો. મેં ફિઝિક્લવાલાહના ઓનલાઈન લેક્ચર્સમાં હાજરી આપી, જેણે મને સંકલ્પનાની સ્પષ્ટતા મેળવવામાં મદદ કરી. શિક્ષકો સંકલ્પના સમજાવે છે કે પદ્ધતિ અને કપરા વિષયોને વ્યવહારુ બનાવે છે તે પદ્ધતિ અમને શીખવા માટે અનુકૂળ છે.”
ફિઝિક્સવાલાહના સંસ્થાપક અન સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું કે, “જેઈઈ એડવાન્સ્ડ 2025 ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન. તમારી એકાગ્રતા, સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા એકધાર્યું શીખવાનો જોશ દર્શાવે છે. પીડબ્લ્યુમાં અમારો ધ્યેય એવી પ્રણાલી નિર્માણ કરવાનો છે, જે સર્વ પાર્શ્વભૂના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તેમનાં શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્પષ્ટતા, સાતત્યતા અને પહોંચને અગ્રતા આપે છે. શૈક્ષણિક સંસ્થા તરીકે અમે શિક્ષણ જે રીતે અપાય છે તેમાં સુધારણા લાવવા માટે કટિબદ્ધ છીએ. ફક્ત પરિણામ નહીં પરંતુ લાંબા ગાળાની શૈક્ષણિક ઈક્વિટીમાં પ્રગતિ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અને જેઓ આશા રાખતા હતા તેવાં પરિણામ નથી આવ્યાં તેમને માટે આ વધુ લાંબા પ્રવાસમાં ફક્ત વધુ એક પગલું છે.”
ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) ઉચ્ચ સ્પર્ધાત્મક જેઈઈ એડવાન્સ્ડ એક્ઝામમાં બેસતા વિદ્યાર્થીઓ માટે પહોંચક્ષમ અને કિફાયતી ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા પ્રયાસ કરે છે. સમર્પિત શંકાનું સમાધાન કરતું એન્જિન, વિડિયો સમાધાન સાથે રોજ પ્રેક્ટિસ ટેસ્ટ્સ, પર્સનલાઈઝ્ડ લર્નિંગ પાથ્સ અન લર્નિંગ સંસાધનોની વિશાળ લાઈબ્રેરી જેવી વિશિષ્ટતાઓ સહિત મંચની ઈનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રવાસમાં સફળતા હાંસલ કરવા માટે અભિમુખ બનાવે છે.
આ વર્ષે લગભગ 1.8 વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ્ડ 2025ની પરીક્ષામાં બેઠા હતા.