કાજોલ પહેલી વખત માઇથોલોજિકલ હોરર ફિલ્મમાં જોવા મળશે
કાજોલ હંમેશા બબલી કે થોડાં ગંભીર કે રોમેન્ટીક રોલમાં જોવા મળી છે, હવે તે પહેલી વખત માઇથોલોજોકલ હોરર જોનરમાં પ્રવેશ કરી રહી છે. તે ‘મા’ નામની એક હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પોસ્ટર કાજોલે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.
તેનાથી કાજોલના ફૅન્સ ઘણા ઉત્સાહમાં આવી ગયા છે. ઘણા લોકોએ આ ફિલ્મ વિશે ઉત્સુકતા પણ વ્યક્ત કરી હતી. આ પોસ્ટરમા કાજોલ કોઈ ડરાવણા રાક્ષસ જેવા તત્વનો સામનો કરી રહી હોય એવું તેનું ઉગ્ર સ્વરૂપ દેખાય છે, તેનાથી ફિલ્મ કેવી હશે તેનો અંદાજ આવે છે. સાથે જ વધુ ડરાવણી ટૅગલાઇન પણ આપવામાં આવી છે, ‘રક્ષક. ભક્ષક. મા’ આમ આ ફિલ્મમાં એક પજબુત વાર્તા હોવાનો પણ અંદાજ આવે છે. આ પોસ્ટર સાથેની કૅપ્શનમાં લખાયું છે, ‘રક્ષક. ભક્ષક. મા. ધ પ્રોટેક્ટર. ધ ડિસ્ટ્રોયર. 4 દિવસમાં ટ્રેલર આવશે.’
આ પોસ્ટર શેર થતાં જ કાજોલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા માંડી હતી અને તેનું પોસ્ટર પણ છવાઈ ગયું હતું. ‘મા’ ફિલ્મમાં કાજોલ એક શક્તિશાળી માતાના રોલમાં છે, જે પોતાના બાળકની રક્ષા માટે દંતકથાઓ સમાન પાત્રો સામે લડશે. આ પાત્ર સામાન્ય માના પાત્રોથી ઘણું મજબુત અને અલગ છે. કાજોલે પણ આ પાત્રને તેનું અત્યાર સુધીનું સૌથી મજબુત પાત્ર ગણાવે છે. આ જ વાત પોસ્ટરમાંથી પણ સ્પષ્ટ થાય છે.
આ ફિલ્મ અજય દેવગન, જ્યોતિ દેશપાડે અને કુમાર મંગત પાઠક મળીને પ્રોડ્યુસ કરશે. જિઓ સ્ટુડિયો અને દેવગન ફિલ્મ મળીને આ ફિલ્મ બનાવશે. આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સૈવિન ક્વોડ્રાસ દ્વારા લખવામાં આવ્યા છે, જેઓ આ પહેલાં પણ લાગણીસભર વાસ્તવિક ફિલ્મ બનાવી ચુક્યા છે.
કાજોલની ‘મા’ 27 જુને થિએટરમાં હિન્દી, તમિલ, તેલુગુ અને બંગાળીમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાજોલ સાથે રોનિત રોય, ઇન્દ્રનિલ સેનગુપ્તા, જિતિન ગુલાટી, ગોપાલ સિંઘ, સુર્જ્યશિખા દાસ, યાનિના ભારદ્વાજ, રૂપકથા ચોક્રવર્તી અને ખેરીન શર્મા મહત્વના રોલમાં હશે.
કાજોલ મા સિવાય સરઝમીનમાં ઇબ્રાહીમ અલી ખાન અને પૃથ્વિરાજ સુકુમારન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે મહારાગ્નિ-ક્વીન ઓફ ક્વિન્સ પણ કરી રહી છે, જેમાં તેની સાથે પ્રભુ દેવા, નસિરુદ્દીન શાહ અને જિશ્શુ સેનગુપ્તા હશે.