મુંબઈ, 24 મે: હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ફરી એકવાર Netflix પર સીઝન 3 સાથે પરત ફર્યો છે, જેનું પ્રીમિયર 21 જૂનથી થવાનું છે.
આ સીઝનમાં, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દુનિયાભરના સુપરફેન્સને મંચ પર આવવાની અને પોતાનું ટેલેન્ટ દર્શાવવાની તક આપી રહ્યું છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નું મંચ હવે ફેન્સ માટે પણ ખુલ્લું રહેશે.
નવી સીઝન અંગે વાત કરતાં કપિલ શર્માએ જણાવ્યું,”Netflix પર ફરીથી નવા સીઝન સાથે આવવું એ એવું લાગે છે કે પરિવાર પાસે પાછા ફર્યા હોઈએ — અને આ વખતે આ પરિવાર હજી મોટો બનવાનો છે!દરેક સીઝનમાં અમે વિવિધ ક્ષેત્રોમાંથી મહેમાનોને આમંત્રિત કરી છે, જેથી હાસ્ય ચાલુ રહે અને ઉર્જા તાજી રહે.”કપિલે કહ્યું કે સીઝન 3 માં અમારી વાતચીત અને અદ્ભુત મહેમાનો ઉપરાંત, નેટફ્લિક્સ અને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો કંઈક વિશેષ કરી રહ્યા છે.