શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો

શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના 14 પરગણાની 51 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન 13 એપ્રિલ- 2025-  રવિવારના રોજ કરવામાં  આવ્યું હતું,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાયા અને જીવનના નવી પળની શરૂઆત કરી. જેના ઉપક્રમે શનિવારના રોજ આ 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ હતી. આ ઉપરાંત ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો, જેમાં કિર્તીદાન ગઢવી, ગમન સાંથલ, ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી, કિંજલ રબારી, હિતેશ અંટાળા, વિક્રમ માલધારી, વાઘજી રબારી તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. તા. 12 એપ્રિલ ના રોજ ગણેશસ્થાપના મહેંદી રસમ, હલ્દી રસમ, ભવ્ય લોકડાયરો તેમજ 51 દીકરીઓની મહાઆરતી યોજાઈ હતી.

આ માટે  પ્રવક્તા તરીકે શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રી હરીભાઈ દેસાઈ અને શ્રી રેવાબેન એચ દેસાઈ એ માહિતી આપી હતી. સમાજસેવા અને સંસ્કારનું જીવંત દ્રષ્ટાંત બનેલા આ સમૂહલગ્ન મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે. આ કાર્યક્રમ માં શ્રી જોધ વિસત મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ ૧૪ પરગણા રબારી સમાજના સંતો – મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

 સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી, કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર તથા કાલોલનગરના પ્રમુખ  જીતુભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે શ્રી હરિભાઈ જેઠાભાઇ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળી હતી. સમાજના ઉત્કર્ષ અને સંસ્કારસભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહલગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.  સમાજસેવા અને સંસ્કારનું જીવંત દ્રષ્ટાંત બનેલા આ સમૂહલગ્ન મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *