બાળકોમાં આત્મવિશ્વાસ અને કુદરત સાથે જોડાણ વધારતા સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદીની અનોખી પહેલ”

અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે “એડવેન્ચર કેમ્પ”નું આયોજન કરાય છે

Ahmedabad -11th April,2025 -અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં અર્પિતા ત્રિવેદી છેલ્લાં લગભગ બે દાયકાથી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ સાથે જ તેઓ બાળકોમાં સાહસવૃત્તિ વધે અને તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કુદરતી વાતાવરણ તથા પર્યાવરણને જોવે, સમજે અને  માણે, તે હેતુથી  દર વર્ષે એડવેન્ચર કેમ્પનું આયોજન કરે છે. આ સરાહનીય કાર્ય માટે તેઓ ઈચ્છે છે કે બાળકોની સાથે મહિલાઓને પણ જોડાય.

અર્પિતા ત્રિવેદી માને છે કે, સાહસ અને સાહસિક પ્રવૃત્તિથી જ વ્યક્તિગત વિકાસને વેગ મળે છે. તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. થોડો સમય કમ્ફર્ટ ઝોનમાંથી બહાર રહેવાથી નવા અનુભવો થાય છે જે સ્વ- વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અર્વાચીન શિક્ષણ પદ્ધતિઓની સાથે સાહસિક પ્રવૃત્તિઓનું સંયોજન આજની પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ વિચારધારાને મજબૂત બનાવતા અર્પિતા ત્રિવેદી જણાવ્યું કે, “એડવેન્ચર કેમ્પ્સ બાળકોને ફક્ત આનંદ કે મોજમસ્તી પૂરતું નથી હોતું, પણ તે તેમના અંદરના નેતૃત્વ ગુણો, ટીમ વર્ક અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા લાયકાતોને વિકસિત કરવા માટે પણ ઉત્તમ માધ્યમ છે.” કેમ્પ ટ્રેકિંગ, રિવર ક્રોસિંગ, રીપેલિંગ, પેરાગ્લાઇડિંગ, બંજી જમ્પિંગ  જેવી ઘણી શારીરિક તેમજ માનસિક સાહસિક પ્રવૃત્તિઓ શામેલ કરવામાં આવે છે.”

અર્પિતા ત્રિવેદી આગળ જણાવે છે કે, “આજના સમયમાં બાળકોને કુદરતના નિખાલસ સાથથી દૂર કરતો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આવી પ્રવૃત્તિઓ દ્વારાઅમે  તેમને કુદરતના નજીક લઈ જઈએ છીએ અને પર્યાવરણ માટે સંવેદનશીલ બનાવીએ છીએ.” તેમના મતે, બાળક જે શીખે છે તે અનુભવમાંથી ખૂબ લાંબા સમય સુધી યાદ રહે છે અને તેનો જીવનભર ઉપયોગ થાય છે – એટલે જ તેઓ કહે છે કે શિક્ષણમાં સાહસિક પ્રવૃત્તિઓનું સ્થાન ખૂબ જ અગત્યનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *